In-Hand Salary And PF Rules: કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ (EPF) સ્કીમ 2026ને નોટિફાઈ કરી છે, જે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ (EPF) સ્કીમ 1952નું સ્થાન લીધુ છે. આ સંજોગોમાં નવા નિયમ અંતર્ગત આશરે 8 કરોડ જેટલા EPFO મેમ્બરને લાગુ થઈ છે.
નવા નિયમ અંતર્ગત EPFમા કર્મચારીનું ફરજિયાત યોગદાન મહત્તમ રૂપિયા 1800 રહેશે, જે રૂપિયા 15000ના માસિક બેઝીક પગારના 12 ટકા છે.
જો કોઈ કર્મચારીઓનો બેઝીક પગાર રૂપિયા 15000થી વધારે છે તો નિયમ હેઠળ મહત્તમ તેણે રૂપિયા 1800 દર મહિને આપવાના હોય છે. જોકે તેને કર્મચારી પોતાની પાસે રહેલા ઓપ્શન સાથે પોતાના PF કન્ટ્રીબ્યુશનને વધારી શકે છે, જે વોલ્યુન્ટરી પ્રોવિડેન્ટ ફંડ (VPF) માનવામાં આવશે.
તો શું In-Hand પગાર વધી જશે?
આ ફેરફાર બાદ અનેક કર્મચારીઓના મનમાં પ્રશ્ન થાય છે કે શું દર મહિને મળતો ઈન-હેન્ડ સેલરી વધી જશે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ બાબત આપોઆપ નહીં થાય. આ બાબત સંપૂર્ણપણે એ બાબત પર નિર્ભર કરે છે કે કંપનીની EPF અને સેલરી સ્ટ્રક્ચરની નીતિ શું છે.
જે કંપનીઓ અત્યારે રિયલ સેલરી પર PF કાપે છે તે ઈચ્છે તો વર્તમાન વ્યવસ્થાને જાળવી રાખી શકે છે. જ્યારે કેટલીક કંપનીઓ પગાર માળખામાં ફેરફાર કરી કર્મચારીને ઈન-હેન્ડ સેલરી વધારી શકે છે અથવા તો કર્મચારીન VPF મારફતે વધારે રિટાયરમેન્ટ ફંડ બનાવવાનો વિકલ્પ આપી શકે છે.
વધારે PF જમા કરાવવા ઈચ્છતા હોય તો અન્ય વિકલ્પ પસંદ કરો
નવી PF સ્કીમ અંતર્ગત કર્મચારી તેની ઈચ્છાથી VPF મારફતે વધારે રકમ જમા કરાવી શકે છે. જોકે, આ વધારાનું યોગદાન નોકરીદાતા માટે એટલી સમાન રકમ જમા કરાવવી ફરજિયાત નથી. આ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે કંપનીની નીતિ અથવા કર્મચારી સંબંધિત કોન્ટ્રેક્ટમાં જોગવાઈ હોય છે.
કયા કર્મચારીને અસર થશે
જે કર્મચારીનો બેઝીક પગાર રૂપિયા 15000 છે અથવા ઓછો છે તેમના માટે કોઈ ફેરફાર થશે નહીં. તેનાથી વધારે બેઝીક પગાર ધરાવતા કર્મચારીઓની બાબતમાં તે કંપનીની વર્તમાન EPF નીતિ પર આધાર રાખે છે.
