8th Pay Commission:કર્મચારીઓના અગ્રણી સંગઠન NC-JCM દ્વારા 8માં પગાર પંચ સમક્ષ પગાર, પેન્શન અને મોંઘવારી ભથ્થાને લગતા વિવિધ પ્રકારના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં લઘુતમ બેઝીક પગારમાં વધારો કરવા ઉપરાંત ઈન્ક્રીમેન્ટ બે ગણુ કરવા, HRA વધારવા અને રિટાયરમેન્ટ પર મળતી લીડ એનકેશમેન્ટની સીધી અસર થાય છે. NC-JCMની વિવિધ માંગણીને મંજૂર કરવામાં આવે તો એક કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળી શકે છે.
ઓછામાં ઓછા 18 હજાર બેઝીક પગાર વધારીને રૂપિયા 69 હજારની માંગ
NC-JCM એ 8માં પાર પંચથી લઘુતમ બેઝીક પગારને રૂપિયા 18000થી વધારી રૂપિયા 69 હજાર કરવાની માંગ છે. આ માટે 3.833 ફિટમેન્ટ ફેક્ટરની દરખાસ્ત કરવામાં આવી છે. સંગઠનોએ કેટલાક વર્તમાન પે-લેવલ સાથે નવા પે-મેટ્રિક્સ બનાવવા અંગે સૂચન કરાયું છે. લેવલ 4 અને 5 મર્જ કરી લઘુતમ પગાર 1.12 લાખ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે.
પેન્શન 50 ટકાથી વધારી 67 ટકા કરવા માંગ
વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર વર્ષે તેમના મૂળ પગારમાં 3% વધારો મળે છે. NC-JCM આ વધારો 6% સુધી વધારવાની હિમાયત કરે છે. સંગઠનનો દલીલ છે કે ફુગાવા અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને વર્તમાન પગાર વધારો અપૂરતો છે.
HRA 30 ટકા, 35 ટકા અને 40 ટકા કરવાની દરખાસ્ત
કર્મચારી સંગઠન હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA)ના વર્તમાન દરોમાં વધારો કરવાની માંગ કરી છે. રજૂ કરવામાં આવેલ દરખાસ્ત પ્રમાણે શહેરોમાં HRA 40 ટકા, Y કેટેગરીમાં 35 ટકા અને Z કેટેગરીના શહેરોમાં 30 ટકા કરવો જોઈએ. વર્તમાન સમયમાં આ દર અનુક્રમે 30 ટકા, 20 ટકા અને 10 ટકા છે. તેનાથી શહેરોમાં વસવાટ કરતાં કર્મચારીઓને ફાયદો મળી શકે છે.
