Post Office FD: ભારતની પોસ્ટ ઓફિસ દેશના નાગરિકોને પોસ્ટને લગતી સર્વિસિસ સાથે સાથે અનેક પ્રકારની બેન્કિંગ સર્વિસ પણ પૂરી પાડી રહી છે. પોસ્ટ ઓફિસની બચત યોજના દેશના સામાન્ય નાગરિકોમાં ખૂબ જ સારો વિશ્વાસ ધરાવે છે. તેને લીધે પોસ્ટ ઓફિસ ગ્રાહકોને વિવિધ પાકતી મુદતની સ્કીમ પર ખૂબ જ સારું વળતર ઓફર કરે છે. પોસ્ટ ઓફિસની અનેક સ્કીમ એવી છે કે જેમાં બેંકોની તુલનામાં વધારે આકર્ષક વ્યાજ મળે છે.
આજે આપણે પોસ્ટ ઓફિસમાં 12 મહિના માટેની FD પર કેટલું વ્યાજ મળે છે તે અંગે માહિતી મેળવશું.
12 મહિના માટે FD ખાતે કેટલું વ્યાજ મળે છે
દેશની બેંકોની માફક પોસ્ટ ઓફિસમાં પણ ફિક્સ્ડ ડિપોઝીટ ખાતું ખોલાવી શકાય છે. તાજેતરમાં જ પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝીટને TD એટલે કે ટાઈમ ડિપોઝીટ નામથી ઓળખવામાં આવે છે. ટાઈમ ડિપોઝીટ સ્કીમ બિલકુલ બેંકોની FD સ્કીમની માફક હોય છે. તેમાં તમારે ફક્ત એક વખત પૈસા જમા કરવાના હોય છે અને ત્યારબાદ પાકવા સમયે તેના પર ચોક્કસ વ્યાજ સાથે પૂરા પૈસા પરત મળે છે.
પોસ્ટ ઓફિસની સ્કીમમાં સિનિયર નાગરિકોને કેટલું વળતર મળે છે
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 12 મહિના એટલે કે 1 વર્ષની FD સ્કીમ પર 6.90 ટકા વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ તમામ વય જૂથના ગ્રાહકોને યોગ્ય સ્તર પર વ્યાજ આપે છે. જોકે, બેંકોમાં 60 વર્ષ અથવા તેનાથી વધારે વયના ગ્રાહકોને સમાન્ય ગ્રાહકોની તુલનામાં વધારે વ્યાજ મળે છે.
આ ઉપરાંત કોઈ બેંક 80 વર્ષ અથવા વધારે ઉંમરના ગ્રાહકોને સિનિયર સિટીઝનની તુલનામાં વધારે વળતર આપે છે. જોકે પોસ્ટ ઓફિસમાં સિનિયર નાગરિકોને કોઈ વિશેષ સુવિધા મળતી નથી. પોસ્ટ ઓફિસ, FD ખાતા પર સિનિયર નાગરિકોને એટલું જ વ્યાજ આપે છે કે જેટલું સામાન્ય ગ્રાહકોને આપવામાં આવે છે.
