Post Office FD:પોસ્ટ ઓફિસ નાગરિકોને નાણકીય સેવાઓ પૂરી પાડવા સાથે બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારના બચત ખાતા ખોલવા સાથે લોકપ્રિય યોજના બનાવે છે. દેશનો મોટો વર્ગ આજની પોસ્ટ ઓફિસ યોજના સાથે સંકળાયેલ છે. આજે આપણે 365 દિવસ માટે ફિક્સ્ડ ડિપોઝીટ અંગે વાત કરશું.
બેંકોની જેમ પોસ્ટ ઓફિસો પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એકાઉન્ટ્સ ઓફર કરે છે. જો કે, પોસ્ટ ઓફિસો TD અથવા ટાઈમ ડિપોઝિટ નામથી FD એકાઉન્ટ્સ ચલાવે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમ બેંક FD સ્કીમ્સ જેવી જ છે. તમારે ફક્ત એક જ વાર પૈસા જમા કરાવવાની જરૂર છે અને પાકતી મુદત પર, તમને તમારી સંપૂર્ણ રકમ ફિક્સ્ડ વ્યાજ સાથે પાછી મળે છે. પોસ્ટ ઓફિસો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે FD એકાઉન્ટ્સ ઓફર કરે છે.
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 365 દિવસની 1 વર્ષની FD સ્કીમ પર 6.90 ટકા વ્યાજ દર આપી રહી છે. પોસ્ટ ઓફિસમાં વિવિધ મુદતવાળા FD ખાતા 6.90 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દરો આપે છે. ગ્રાહકોને 5 વર્ષના FD ખાતાઓ પર સૌથી વધુ 7.50 ટકા વ્યાજ દર મળે છે. પોસ્ટ ઓફિસ FD યોજનામાં કોઈ મહત્તમ ડિપોઝિટ મર્યાદા નથી એટલે કે તમે ઇચ્છો તેટલા પૈસા જમા કરી શકો છો.
વરિષ્ઠ નાગરિકો માટે શું ખાસ છે?
પોસ્ટ ઓફિસ તમામ વય જૂથોના ગ્રાહકોને સમાન વ્યાજ દર આપે છે. જોકે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના બેંક ગ્રાહકો નિયમિત ગ્રાહકો કરતાં વધુ વળતર મેળવે છે. વધુમાં ઘણી બેંકો 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોને વરિષ્ઠ નાગરિકો કરતાં પણ વધુ વળતર આપે છે. જોકે પોસ્ટ ઓફિસ તમામ વય જૂથોના ગ્રાહકોને સમાન વ્યાજ દર આપે છે.
