Post Office MIS Scheme: શેરબજારમાં ભારે અફરા-તફરીના માહોલમાં પૈસાનું રોકાણ કરવું તે ખૂબ જ જોખમી લાગે છે, આજે આપણે Post Officeની એવી શાનદાર સ્કીમ અંગે વાત કરશું કે જેમાં તમને એક જ વખત પૈસાનું રોકાણ કરવા પર દર મહિને વ્યાજ મળતું રહેશે.
આ સરકારી સ્કીમ કોઈ જ જોખમ વગરની છે અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમારા પૈસા પર સરકાર દર મહિને વ્યાજ આપતી રહેશે. આ સ્કીમનું નામ છે Post Office MIS Scheme.
આ પણ વાંચો
કેટલો છે Post Office MIS Scheme Interest Rate?
ભારતીય પોસ્ટની અધિકૃત વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે આ સ્કીમ હેઠળ 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે સિંગલ અકાઉન્ટ ખોલાવો છો તો તમારે લઘુતમ રૂપિયા 1000 અને મહત્તમ રૂપિયા 9 લાખ જમા કરાવી શકો છો. એવી જ રીતે તમે સંયુક્ત રીતે ખાતુ ખોલાવો છો તો તમે તેમાં રૂપિયા 15 લાખ સુધી રોકાણ કરી શકો છો.
ધારો કે તમે પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમની આ સરકારી સ્કીમ અંતર્ગત સંયુક્ત ખાતુ ખોલાવ્યું હોય અને એક જ વખતમાં રૂપિયા 15 લાખ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. એક વખત પૈસા રોકાણ કર્યાં બાદ તમને વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળશે.
રૂપિયા 15 લાખ પર 7.4 ટકા વ્યાજ પ્રમાણે એક વર્ષમાં તમને રૂપિયા 1,11,000 વ્યાજ મળશે. રૂપિયા 1.11 લાખ પ્રમાણે તમારી માસિક આવક રૂપિયા 9250 વ્યાજ આગામી 5 વર્ષ સુધી મળતા રહે છે.
ખાતું ખોલવાની તારીખ બાદ તમે અકાઉન્ટને આગામી 1 વર્ષ પહેલા બંધ કરી શકતા નથી.જો ખાતું ખોલવાની તારીખથી 3 વર્ષ અથવા તેના પહેલા અકાઉન્ટ બંધ કરો છો તો ડિપોઝીટના 2 ટકા કાપી લેવામાં આવશે અને બાકી રકમ ડિપોઝીટ કરનારને પરત આપવામાં આવશે.જો ખાતું ખોલવાની તારીખથી 3 વર્ષ પૂરા થયા બાદ અકાઉન્ટ બંધ કરો છો તો ડિપોઝીટના 1 ટકા કાપી લીધા બાદ તમને પૈસા પરત મળશે.
