Post Office: પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ; એક વખત રોકાણ કરી દરેક મહિને મેળવો રૂપિયા 5001ની આવક

Post Office Scheme: દરેક મહિને કમાણી પાક્કી કરવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત માસિક આવક યોજના તમારા માટે શાનદાર ઓપ્શન સાબિત થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 25 Aug 2026 03:24 PM (IST)Updated: Tue, 25 Aug 2026 03:24 PM (IST)
get-an-income-of-rs-5001-every-month-by-investing-once-in-this-great-scheme-of-the-post-office

Post Office Scheme: દરેક મહિને કમાણી પાક્કી કરવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત માસિક આવક યોજના તમારા માટે શાનદાર ઓપ્શન સાબિત થઈ શકે છે. Post Office Schemesમાં જ્યા રોકાણ કરવામાં આવેલા પૈસા સુરક્ષિત રહે છે ત્યારે બીજીબાજુ સરકાર તરફથી વ્યાજ પણ શાનદાર આપવામાં આવે છે.

Post Office Schemesમાં નિયમિતપણે આવકની ગેરન્ટી આપવામાં આવે છે અને આ સરકારી યોજના એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, એટલે કે તમારે ફક્ત એક વખત પૈસાનું રોકાણ કરવાનું હોય છે અને મેચ્યોરિટી સુધી દરેક મહિને તમારી આવક સુનિશ્ચિત થઈ જાય છે.

આ સ્કીમમાં રોકાણ પર જોખમ કોઈ જ નહીં

પોસ્ટ ઓફિસ(Post Office) દ્વારા ઓપરેટ કરવામાં આવી રહેલી સરકારી યોજનાની સૌથી વિશેષ બાબત એ છે કે Zero Risk Saving Scheme હોય છે, એટલે કે પૈસા ડૂબી જવાનું કોઈ જ જોખમ નથી. તેને લીધે તેમાં કરવામાં આવેલ દરેક નાનુ-મોટું રોકાણ સુરક્ષાની દ્રષ્ટિએ ગેરન્ટી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સેવિંગ સ્કીમ્સમાં ફક્ત નાની રકમ લગાવી મોટું ફંડ એકત્રિત કરી શકાય છે તે ઉપરાંત પોસ્ટ ઓફિસ MIS જેવી સ્કીમ મારફતે દર મહિને આવક પણ સુનિશ્ચિત કરી શકાય છે.

સરકાર કેટલું વ્યાજ આપે છે

પોસ્ટ ઓફિસ માસિક ઈનકમ સ્કીમ(Post Office Monthly Income Scheme-MIS)માં રોકાણ કરવાથી સરકાર સુરક્ષાની ગેરન્ટી આપવા ઉપરાંત 7.40 ટકા જેટલું ઊંચુ વ્યાજ પણ ઓફર કરે છે. તેમાં 18 વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ તેનું ખાતું ખોલાવી શકે છે અને તેમાં એક સાથે રોકાણ મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષ હોય છે.

જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકાય છે, જેમ કે Post Office સ્કીમ્સમાં ખૂબ જ નાની રકમ સાથે પણ રોકાણથી શરૂઆત કરી શકાય છે. આ જોખમ ફ્રી રોકાણ યોજનામાં તમે ફક્ત રૂપિયા 1000 થી શરૂઆતી રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. Post Office MIS Schemeમાં સિંગલ અને જોઈન્ટ બન્ને ખાતા ખોલવાની સુવિધા મળે છે. તેમાં મહત્તમ ત્રણ પુખ્ત સાથે મળી અકાઉન્ટ ખોલાવી શકે છે.