PNB FD Rate:દેશની મુખ્ય સરકારી બેંકો પૈકીની એક પંજાબ નેશનલ બેંક ફિક્સ્ડ ડિપોઝીટ(FD) ખાતા પર પોતાના ગ્રાહકો પર બમ્પર વ્યાજ ઓફર કરી રહ્યા છે. આ સરકારી FD ખાતા પર 3.00 ટકાથી લઈ 7.40 ટકા સુધીના વ્યાજ આપી રહ્યા છે. અહીં આપણે પંજાબ નેશનલ બેંકમાં 665 દિવસોની અવધિની FD ખાતા પર વ્યાજ મળે છે.
પંજાબ નેશનલ બેંકમાં 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની અવધિ માટે ખાતા ખોલાવી શકે છે.પંજાબ નેશનલ બેંક(PNB)માં લઘુતમ 7 દિવસોની અવધિ માટે FD ખાતા ખોલાવી શકે છે.વધુમાં આ બેંક FD માટે મહત્તમ 10 વર્ષનો સમયગાળો આપે છે. પંજાબ નેશનલ બેંક તેની 665-દિવસની FD યોજના પર 6.30% થી 7.10% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.
પંજાબ નેશનલ બેંક 59 વર્ષ સુધીના તમામ ગ્રાહકોને 665 દિવસની પાકતી મુદત સાથેના FD ખાતાઓ પર 6.30 ટકા વ્યાજ આપી રહી છે. વધુમાં સરકારી માલિકીની બેંક 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 665 દિવસની FD યોજનાઓ પર 6.80 ટકા વ્યાજ આપી રહી છે. પંજાબ નેશનલ બેંક 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના સુપર વરિષ્ઠ નાગરિકો માટે 665 દિવસની FD યોજનાઓ પર 7.10 ટકા વ્યાજ આપી રહી છે. નોંધ કરો કે PNBના આ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર લાગુ પડે છે.
પંજાબ નેશનલ બેંક વરિષ્ઠ નાગરિકોને નિયમિત નાગરિકો કરતાં FD ખાતા પર 0.50 ટકા વધુ વ્યાજ આપે છે. વધુમાં આ સરકારી માલિકીની બેંક સુપર સિનિયર સિટીઝનને નિયમિત વરિષ્ઠ નાગરિકો કરતાં FD ખાતા પર 0.30 ટકા વધુ વ્યાજ આપે છે.નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકે છેલ્લે 1 જૂન, 2026ના રોજ તેની FD યોજનાના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો.
