SBI FD Rate:ભારતીય સ્ટેટ બેંક(SBI) દેશની સૌથી મોટી સરકારી બેંક છે. SBI પાસે સૌથી વધારે સંખ્યામાં ગ્રાહકો છે આ ઉપરાંત આ સરકારી બેંક પાસે સૌથી વધારે શાખા છે. આ ઉપરાંત માર્કેટ કેપની દ્રષ્ટિએ પણ તે દેશની સૌથી મોટી સરકારી બેંક છે. SBI ફિક્સ્ડ ડિપોઝીટ(FD) ખાતા પર શાનદાર વ્યાજની ઓફર કરી રહી છે. આજે આપણે ભારતીય સ્ટેટ બેંકની 180 દિવસની અવધીની FD સ્કીમ અંગે માહિતી મેવશું, કે તેના પર કેટલા પ્રમાણમાં વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
ભારતીય સ્ટેટ બેંક વિવિધ અવધિની ફિક્સ્ડ ડિપોઝીટ(FD) સ્કીમ પર 3.05 ટકાથી લઈ 7.15 ટકા સુધી શાનદાર વ્યાજ આપી રહી છે. ભારતીય સ્ટેટ બેંકમાં ઓછામાં ઓછી 7 દિવસથી લઈ મહત્તમ 10 વર્ષની અવધિ માટે FD ખાતા ખોલાવી શકાય છે. દેશની આ સૌથી મોટી સરકારી બેંક 180 દિવસની FD સ્કીમ પર 5.65 ટકાથી લઈ 6.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
આ પણ વાંચો
સિનિયર નાગરિકોને કેટલું મળશે વળતર
ભારતીય સ્ટેટ બેંક 180 દિવસની અવધિની FD ખાતા પર 59 વર્ષ સુધી તમામ ગ્રાહકોને 5.65 ટકા વ્યાજ આપી રહ્યું છે. જે ગ્રાહકોની ઉંમર 60 વર્ષ અથવા તેનાથી વધારે છે. તેમણે 180 દિવસની FD પર 6.15 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ગ્રાહકોની ઉંમર 80 વર્ષ અથવા તેનાથી વધારે છે, તે 180 દિવસની FD ખાતે 6.25 ટકા વ્યાજ આપવામાં આવે છે.SBIની આ FD સ્કીમમાં મહત્તમ 2,99,99,999 રૂપિયા સુધી જમા કરી શકે છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વરિષ્ઠ નાગરિકોને નિયમિત ગ્રાહકોની તુલનામાં FD ખાતા પર 0.50 ટકા વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.
