IRDAI Regulations:IRDAIના 2 ટકા કમીશન મર્યાદાની સૂચિત દરખાસ્તથી ગ્રામીણ વિસ્તારો,ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર શું અસર થઈ શકે

દરખાસ્તનો ઉદ્દેશ લોનની સાથે ઈન્શ્યોરન્સને જોડી દેવાની જે પદ્ધતિ છે તેનો ઉકેલ મેળવવા તથા અયોગ્ય રીતે વેચાણ એટલે કે મિસ સેલિંગને અટકાવવા યોગ્ય સુરક્ષા ઉપાયોને મજબૂત કરવાનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 30 Sep 2026 10:54 PM (IST)Updated: Wed, 30 Sep 2026 10:54 PM (IST)
what-do-expert-say-about-the-impact-of-irdais-2-per-cent-commission-proposal-on-rural-insurance-access

IRDAI Regulations:ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(IRDAI)ના 2 ટકા કમીશન કેપને લગતી સૂચિત દરખાસ્ત અંગે ઈન્શ્યોરન્સ સેક્ટર તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. દરમિયાન કવરફોક્સના MD સંજીવ ઝાએ પણ આ અંગે પ્રસ્તાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમના મતે સૂચિત 2 ટકા કમિશન કેપની મર્યાદાને લીધે ગ્રામીણ વિસ્તારો તથા ઓછી સેવા ધરાવતા બજારોમાં ઋણ મેળવનારનો સમાવેશ થાય છે તથા તેમણે સર્વિસ પૂરી પાડવી તે આર્થિક રીતે મુશ્કેલ બની શકે છે.ઝાએ ચિંતા વ્યક્ત કરી છે કે સૂચિત દરખાસ્તથી પરોક્ષ રીતે છેવટના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૂચિત 2 ટકા મર્યાદા ઈન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનને લગતા આર્થિક પાસામાં IRDAI દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ મોટા ફેરફારનો મહત્વનો ભાગ છે. રેગ્યુલેટર એટલે કે નિયમનકર્તાએ પ્રોડક્ટ તથા ચેનલની દ્રષ્ટીએ કમીશનની મર્યાદા નક્કી કરવા તથા મેનેજમેન્ટના ખર્ચામાં ફેરફારોને લગતી દરખાસ્ત રજૂ કરી છે. તેનો ઉદ્દેશ ડિસ્ટ્રીબ્યુશનને લગતા ખર્ચને ઓછો કરવા તથા પોલિસીધારકોને મળતી વેલ્યુને વધારે સારી કરવાનો છે.

આ દરખાસ્તનો ઉદ્દેશ લોનની સાથે ઈન્શ્યોરન્સને જોડી દેવાની જે પદ્ધતિ છે તેનો ઉકેલ મેળવવા તથા અયોગ્ય રીતે વેચાણ એટલે કે મિસ સેલિંગને અટકાવવા યોગ્ય સુરક્ષા ઉપાયોને મજબૂત કરવાનો છે.

IRDAIએ 23 સપ્ટેમ્બર 2026ના રોજ તેના બે ભાગ ધરાવતા પબ્લિક કન્સલ્ટેશન પેપર રીકેલિબ્રેટીંગ ઈકોનોમિક્સ ઓફ ઈન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ઈશ્યુ કરેલ. નિયમનકારે સૂચિત ફ્રેમવર્ક અંગે સ્ટેકહોલ્ડર્સ અને સામાન્ય પ્રજા પાસેથે 25 ઓક્ટોબર 2026 સુધી પોતાના અભિપ્રાયો અને સૂચનો મંગાવ્યા છે. આ સંજોગોમાં અંતિમ નિયમ નોટિફાઈડ અગાઉ આ દરખાસ્તોમાં ફેરફાર થઈ શકે છે.