Insurance New Rules:ઈન્શ્યોરન્સ સેક્ટરમાં આવશે મોટા ફેરફાર, IRDAI એ આ 5 નવા નિયમો રજૂ કર્યાં, જુઓ આ માહિતી

દરખાસ્તમાં પોલિસી ડોક્યુમેન્ટ પર એવી માહિતી આપવાની વાત કહી છે કે જે એજન્ટ અથવા બેંકને કેટલું કમિશન મળી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Sep 2026 03:55 PM (IST)Updated: Thu, 24 Sep 2026 03:55 PM (IST)
insurance-new-rules-irdai-issue-consultation-paper-on-commission-loan-and-insurance-banks

IRDAI Insurance Reform:ઈન્શ્યોરન્સ સેક્ટરમાં નિયમનકાર IRDAIના નવા કન્સલ્ટેશન પેપરમાં કંપનીઓ સાથે બેંકોને લઈ અનેક પ્રશ્નો સર્જ્યા છે. ખર્ચ અને કમિશનની લિમિટથી લઈ લોન સાથે ઈન્શ્યોરન્સ વેચવા સુધી આ કન્સલ્ટેશન પેપરમાં અનેક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ ઈશ્યોરન્સ સેક્ટરને લગતા નિયમોમાં ફેરફાર કરવા માટે એક કન્સલ્ટેશન પેપર ઈશ્યુ કરવામાં આવ્યા છે, જે આશરે 160 પેજનુ છે, જેમાં આશરે 80 પેજમાં પ્રસ્તાવ અને બાકીના હિસ્સામાં તેની પાછળના કારણ તથા ડેટા આપવામાં આવ્યા છે. જોકે વિશેષ ધ્યાન આપનારી બાબત  એ છે કે આ પ્રસ્તાવ છે, કોઈ અંતિમ નિયમ નથી.

1. આ પેપરમાં ઈન્શ્યોરન્સ કંપનીના એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ(EOM)ને લઈ દરખાસ્ત છે. અત્યારે જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે આ લિમિટ પ્રીમિયમના 30 ટકા અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે 35 ટકા છે. આ દરખાસ્ત પ્રમાણે લાઈફ ઈન્શ્યોરન્સ આ લિમિટ બે વર્ષમાં 25 ટકા અને પાંચ વર્ષમાં 20 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

 2. આ સાથે જ સેગમેન્ટલ કમીશનની વ્યવસ્થા ફરી લાવવાની દરખાસ્ત છે. એટલે કે મોટર, હેલ્થ જેવા વિવિધ ઈન્શ્યોરન્સ સેગમેન્ટમાં કમીશનની અલગથી મર્યાદા નક્કી થઈ શકો છે.

3. આ સાથે IRDAIએ ડાર્ક પેટર્ન અંગે પણ પ્રસ્તાવ રજૂ કર્યાં છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ ફક્ત પ્રોડક્ટના ફિચર્સ અથવા કિંમત દર્શાવવા માટે ગ્રાહકના ફોન નંબર અને Email ID લે તે જરૂરી નહીં હોય તેવી દરખાસ્ત રજૂ કરી છે. તેની અસર કોલ સેન્ટરથી આવતા કારોબાર પર થઈ શકે છે. 

4. દરખાસ્તમાં પોલિસી ડોક્યુમેન્ટ પર એવી માહિતી આપવાની વાત કહી છે કે જે એજન્ટ અથવા બેંકને કેટલું કમિશન મળી રહ્યું છે. તેનો ઉદ્દેશ ગ્રાહકને વધારે માહિતી આપવાનો છે, જેથી તે પોલિસી ખરીદતી વખતે વધારે સારી રીતે નિર્ણય લઈ શકે છે.

5. મોટર ઈન્શ્યોરન્સને લઈ વિવિધ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા અને કમીશનને 5 ટકાથી વધારે ન રાખવાની દરખાસ્ત છે. તેનાથી ઈન્શ્યોરન્સ ખરીદવાને લગતી વિવિધ ચેનલો વચ્ચે કિંમત અને કમીશનનું અંતર ગ્રાહકો સામે વધારે સ્પષ્ટ હોઈ શકે છે.