Post Office Schemes:બેંકથી બિલકુલ અલગ છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, રૂપિયા 5 લાખ રોકાણ પર રૂપિયા 15 લાખ મળશે

Post Office Schemes: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો આર્થિક બચતને લઈ વિવિધ આયોજન કરતાં હોય છે. તેને લીધે તેઓ બચતના વિવિધ વિકલ્પો અપનાવતા હોય છે અથવા તો શક્યતા શોધતા હોય છે. જો તમે રોકાણ કરી મોટું ભંડોળ બનાવવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની યોજના તમારા માટે વધુ યોગ્ય બની શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 02 Sep 2026 06:05 PM (IST)Updated: Wed, 02 Sep 2026 06:05 PM (IST)
this-post-office-scheme-is-completely-different-from-the-bank-you-will-get-rs-15-lakh-on-an-investment-of-rs-5-lakh

Post Office Schemes: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો આર્થિક બચતને લઈ વિવિધ આયોજન કરતાં હોય છે. તેને લીધે તેઓ બચતના વિવિધ વિકલ્પો અપનાવતા હોય છે અથવા તો શક્યતા શોધતા હોય છે. જો તમે રોકાણ કરી મોટું ભંડોળ બનાવવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની યોજના તમારા માટે વધુ યોગ્ય બની શકે છે.અહીં કોઈ પણ પ્રકારનું કોઈ જોખમ નથી. ગેરન્ટી સાથે વળતર મળે છે.

આ સંજોગોમાં એ બાબત કહેવી અયોગ્ય છે કે પોસ્ટ ઓફિસમાં રોકાણ યોજના તે લોકો માટે વધારે સારો વિકલ્પ છે. જે કોઈ જ જોખમ વગર રોકાણ કરી શકાય છે. આ સ્કીમ્સમાં એક છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (Post Office Time Deposit-POTD), જે તમે ઈચ્છતા હોય તો લાંબા સમય માટે ગેરન્ટેડ રિટર્ન ધરાવતા ફંડ બનાવી શકાય છે.

ટર્મ ડિપોઝિટ સ્કીમ્સ FD જેવી જ છે

પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમ FD જેવી જ કામ કરે છે.તમે તમારા નાણાં 1 વર્ષ થી 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરી શકો છો.રોકાણકારોને આ સ્કીમ હેઠળ 6.9% થી 7.5% સુધીના વ્યાજ દર મળે છે. આ દરમિયાન SBI, HDFC, ICICI અને કોટક મહિન્દ્રા બેંક જેવી મોટી જાહેર અને ખાનગી બેંકો 6.6% વાર્ષિક વ્યાજ દરે FD ઓફર કરે છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત રોકાણકારો વિવિધ મુદત માટે રોકાણ કરી શકે છે. ડિપોઝિટ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે કરી શકાય છે. એક વર્ષ માટે રોકાણ કરવાથી 6.9 ટકા વ્યાજ દર મળે છે, જ્યારે 2 કે 3 વર્ષ માટે રોકાણ કરવાથી 7 ટકા વ્યાજ દર મળે છે.આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરનારા રોકાણકારો 7.5 ટકા વ્યાજ દર મેળવે છે.