SIP calculation:વ્યક્તિ નાની ઉંમરમાં બચત દ્વારા મોટું ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવતા હોય છે, જેથી ભવિશ્યના લક્ષ્યાંકોને સરળતાથી હાંસલ કરી શકાય અને રિટાયરમેન્ટ અથવા નવા ઘરની ખરીદી સમયે ફંડ મેળવી શકાય.
લોકો સામાન્ય રીતે ફિક્સ્ડ ડિપોઝીટ, સોનું, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણ માધ્યમોથી રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે., અલબત રૂપિયા એક કરોડનું ફંડ એકત્રિત કરવા માટે ઘણો સમય લાગી જાય છે. આ સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટીકલી પ્લાન એટલે કે SIP મારફતે વધારે સારું ફંડ એકત્રિત કરી શકાય છે. રોકાણકારો આ રીતે તેમના જીવનના આર્થિક લક્ષ્યાંકોને હાંસલ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કેલક્યુલેટરના ગણિતના હિસાબને સમજવા માટે તમારે દર મહિને કેટલા પૈસાનું રોકાણ કરવું જરૂરી છે.
આ પણ વાંચો
બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડના જિતેન્દ્ર શ્રીરામ સિનિયર ફંડ મેનેજરના મતે મલ્ટી-એસેટ સ્ટ્રેટેજી ઇક્વિટી, ડેટ અને સોના જેવી એસેટ ક્લાસમાં રોકાણને ડાઈવર્સિફાઈ કરે છે, જેનાથી વળતર માટે મુખ્યત્વે એક જ સ્ત્રોત પર આધાર રાખવાને બદલે સંભવિત કામગીરીના સ્ત્રોતોમાં ડાઈવર્સિફિકેશન એટલે કે વૈવિધ્યકરણ કરવામાં આવે છે. જ્યારે એનાલિટીકલ અભિગમથી જોડવામાં આવે છે અને પ્રોફેશનલ મેનેજર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે ત્યારે તે માર્કેટ સાઈકલમાં વધુ સંતુલિત અને સંભવિત રીતે લાભદાયી રોકાણ અનુભવ બનાવી શકે છે.
જો તમારો પોર્ટફોલિયો દર વર્ષ 12 ટકા દરથી વધે છે તો રૂપિયા તમારે રૂપિયા એક કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દર મહિને રૂપિયા 43 હજારની SIP કરવાની રહેશે. આ રીતે 10 વર્ષમાં તમારી સંપત્તિમાં કૂલ એકત્રિત વેલ્થ આશરે રૂપિયા એક કરોડ બની જશે.
જો 14 ટકા વળતર પર તમે બજારના સારા પર્ફોમન્સના આધારે માસિક ધોરણે રૂપિયા 34250 રોકાણ કરી શકાય છે અને આ રીતે રૂપિયા 10 વર્ષમાં તમે રૂપિયા 1 કરોડથી વધારે પૈસા જમા થઈ શકે છે. જો વળતરનું અપેક્ષિત પ્રમાણ 16 ટકા છે તો તમારા પોર્ટફોલિયોના શાનદાર પર્ફોમન્સ સાથે તમારે દર મહિને રૂપિયા 33750 રોકાણ કરીને 10 વર્ષના ગાળામાં રૂપિયા એક કરોડ જમા કરાવી શકો છો.
ટૂંક ગાળામાં સારા વળતર માટે સામાન્ય રીતે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડનો સહાયો લે છે અને તે બજારમાં પ્રવર્તિ રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને રોકાણ મારફતે આ શાનદાર રીતે વળતર મેળવતા હોય છે. ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાનો અભિગમ અપનાવી શકાય છે.
