SIP In MF: SIPને પણ મંદીનું ગ્રહણ; નવા ખાતા ખુલ્યા તેની તુલનામાં જૂના ખાતા બંધ થવાનું પ્રમાણ વધ્યું

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 07:21 AM (IST)Updated: Fri, 13 Nov 2026 07:35 AM (IST)
in-mutual-fund-sips-the-rate-of-account-closures-has-increased-relative-to-the-number-of-new-accounts-opened
SIP-In-MF-1792674270395.webp

SIP In MF: ભારતીય શેરબજારમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)થી મ્યુચ્યુઅલ ફંડમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું છે અને આ સંજોગોમાં રોકાણકારો તેમના રોકાણને ડાઈવર્સિફાઈડ કરી રહ્યા છે. અલબત તાજેતરની મંદીની સ્થિતિમાં રોકાણકારોનો SIPને લઈ વિશ્વાસ ડગમગી રહ્યો છે. તાજેતરના આંકડા પ્રમાણે 59 લાખ ખાતા એવા છે કે જે બંધ થઈ ગયા છે અને 51 લાખ નવા ખાતા ખુલ્યા છે.

આમ છેલ્લા 18 મહિના કરતાં ઓછા સમયમાં જોવામાં આવે તો ખાતા ખુલવાનો આંકડો ખૂબ જ ઓછો છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં તો કોઈ એક મહિનામાં સૌથી વધારે સંખ્યામાં ખાતા બંધ થયા છે. એટલે કે એપ્રિલ 2025 બાદ આ સૌથી વધારે SIP બંધ થઈ હોય તેવી આ ઘટના છે.

આ સાથે જ ઓક્ટોબર અંત ભાગમાં મ્યુચ્યુઅલ ફંડ (MF)માં SIP 10.8 કરોડ નોંધાયેલ, જે સપ્ટેમ્બર મહિનામાં 10.89 કરોડને પાર થઈ ગયેલા.આમ SIP ખાતામાં આ સમય ગાળામાં બંધ થવાનું પ્રમાણ સૌથી વધારે રહ્યું છે. ઓક્ટોબરના અંતમાં વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો SIP ખાતામાં કૂલ રૂપિયા 32100 કરોડથી વધારે રોકાણ થયેલું જે મૂલ્યની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં વધીને રૂપિયા 32400 કરોડને પાર થયું હતું.

SIP ખાતાની સંખ્યા અગાઉ વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં ઘટાડો થયો હતો. જોકે તે સમયે આ સંખ્યા ફક્ત 6 લાખથી પણ ઓછા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઓક્ટોબર મહિનામાં આ પર્ફોમન્સ એકંદરે નબળું રહ્યું છે. અને તે એપ્રિલ 2025 બાદ સૌથી નીચલા લેવલે રહ્યું છે. ઈનએક્ટિવ અકાઉન્ટ બંધ થવાનું આ પ્રમાણ દર મહિને 1.62 કરોડ જેટલા હતા. જે નિષ્ક્રીય જાહેર કરવામાં આવેલા.

વ્યાપક પ્રમાણમાં રોકાણની રકમ શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ મારફતે આવે છે અને તેને લીધે છેલ્લા ત્રણ મહિનાથી આ રોકાણ રૂપિયા 32000 કરોડથી વધારે યોગદાન ધરાવે છે. નિષ્ણાતોના મતે SIP ખાતામાં ઘટાડો થવા પાછળ મોટું કારણ શેરબજારમાં ભારે વધઘટ જવાબદાર છે. આ સાથે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સના મતે રોકાણકારોનું રોકાણ સતત આવી રહ્યુ છે.