FD Interest Calculator: શેરબજારમાં ભારે અફરા-તફરી વચ્ચે આજે ફિક્સ્ડ ડિપોઝીટ(FD Rules)ને સૌથી સુરક્ષિત અને લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. જો તમારી પાસે રૂપિયા એક લાખની રકમ છે તો શું જાણો છો કે 10 વર્ષ બાદ રૂપિયા 10 લાખના કેટલા થઈ જશે. આજે આપણે કેલક્યુલેશન મારફતે સમજશું કે 10 વર્ષ બાદ FD પર કેટલું વળતર મળશે.
FD શા માટે છે લોકપ્રિય
FD આજે પણ અનેક લોકોની પ્રથમ પસંદ છે. અહીં રોકાણ સુરક્ષિત(Safe Investment) કરે છે ત્યારે તમે બેંકના હિસાબથી પસંદ કરી શકે છે કે શું તમે FD કરવાની છે. આ ઉપરાંત FDમાં માર્કેટ રિસ્ક પણ જોડાયેલ નથી. આ સાથે જ FDમાં જમા થયેલ પૈસા પર રૂપિયા 5 લાખ સુધી કવર પણ મળે છે.
| વ્યાજ દર (Interest Rate) | 10 વર્ષ બાદ મળનારી અંદાજીત રકમ (Maturity Amount) |
| 6% વાર્ષિક | આશરે ₹1,81,940 |
| 7% વાર્ષિક | આશરે ₹2,00,966 (બે ગણાથી વધારે) |
| 8% વાર્ષિક | આશરે ₹2,21,964 |
અલગ અલગ વ્યાજ દરે રૂપિયા 1 લાખની ગણતરી
જો તમે 10 વર્ષ માટે રૂપિયા 1 લાખનું સંચિત FD (Cumulative FD)માં રોકાણ કરો છો જ્યાં વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે તો વ્યાજ દર બેંકથી બેંકમાં બદલાઈ શકે છે. આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે વ્યાજ દરમાં નાનો તફાવત પણ લાંબા ગાળે તમારા ભંડોળ પર મોટી અસર કરે છે. ઉદાહરણ તરીકે જો તમને 6% ને બદલે 8% વ્યાજ મળે તો 10 વર્ષ પછી તમારા હાથમાં લગભગ રૂપિયા 39400 વધુ હશે.
