FD Calculator: રૂપિયા એક લાખની FD પર 10 વર્ષમાં કેટલી થશે કમાણી? જુઓ આ કેલક્યુલેશન

જો કોઈ બેંક તમને રૂપિયા 1 લાખની FD 6 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે તો તમારી રકમ 10 વર્ષ બાદ આશરે રૂપિયા 1.81 લાખ થઈ જશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 04:14 PM (IST)Updated: Sat, 03 Oct 2026 04:14 PM (IST)
check-calculation-how-much-you-will-earn-on-rs-1-lakh-fd-over-10-years

FD High Interest Rate:જો તમે રૂપિયા એક લાખની ફિક્સ્ડ ડિપોઝીટ(FD) 10 વર્ષ માટે કરાવો છો તો મેચ્યોરિટી પર મળનારી રકમ એ બાબત પર આધાર રાખે છે કે કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે.ધારો કે તમને વાર્ષિક 6 ટકા, 7 ટકા, 7.5 ટકા અથવા 8 ટકા વ્યાજ મળે છે અને તમારી FDમાં ત્રિમાસિક ધોરણે વ્યાજ ઉમેરવામાં આવે છે, આ સંજોગોમાં 10 વર્ષ બાદ તમારી રકમ અલગ-અલગ થઈ શકે છે.

જો કોઈ બેંક તમને રૂપિયા 1 લાખની FD 6 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે તો તમારી રકમ 10 વર્ષ બાદ આશરે રૂપિયા 1.81 લાખ થઈ જશે. જ્યારે 7 ટકા વ્યાજ મળવા પર આ રકમ આશરે રૂપિયા 2 લાખ પહોંચી શકે છે.જો કોઈ બેંકનો વ્યાજ દર 7.5 ટકા છે તો 10 વર્ષ બાદ આશરે રૂપિય 2.10 લાખ મળી શકે છે. જ્યારે 8 ટકા વ્યાજ પર તમારી રકમ વધીને આશરે રૂપિયા 2.21 લાખ થઈ શકે છે. આ તમામ અંદાજીત રકમ છે અને ટેક્સ અગાઉની છે.

FDમાં કમ્પાઉન્ડિંગનો અર્થ છે કે તમને ફક્ત શરૂઆતી રોકાણ પર જ નહીં પણ અગાઉથી જોડવામાં આવતા વ્યાજ પર વ્યાજ મળે છે. કમ્યુમ્યુલેટીવ FDમાં વ્યાજ ફરીથી જમા કરવાનું રહે છે, જેથી સમય સાથે તમારી રકમ વધી જાય છે, લાંબા સમયમાં તેમાં અસરકારક વધારો જોવા મળે છે. જો તમે દર મહિને વ્યાજથી કમાણી કરવા ઈચ્છતા હોય તો માસિક ધોરણે વ્યાજ પેઆઉટ ધરાવતી FD પસંદ કરી શકો છો, જોકે તેમાં વ્યાજ ફરીથી જમા નથી થતું, તે માટે મેચ્યુરિટી પર મળનાર રકમ અલગ હશે.