SBI-BoB FD Rates:જાહેર સેક્ટરની આ બેન્કો રોકાણકારોને આપી રહી છે શાનદાર વળતર, FD પરના આ દરો વિશે જાણો

SBI VS BoB FD Rates: ભારતમાં સૌથી સુરક્ષિત અને આકર્ષક કમાણી માટે ફિક્સ્ડ ડિપોઝીટ સૌથી અસરકારક રોકાણ માધ્યમ છે. તેમાં કોઈ જ પ્રકારના જોખમ વગર એક ચોક્કસ રિટર્ન મળી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 08:38 AM (IST)Updated: Sun, 22 Nov 2026 08:38 AM (IST)
sbi-and-bob-fd-rates-these-public-sector-banks-are-offering-returns-to-investors

SBI VS BoB FD Rates: ભારતમાં સૌથી સુરક્ષિત અને આકર્ષક કમાણી માટે ફિક્સ્ડ ડિપોઝીટ સૌથી અસરકારક રોકાણ માધ્યમ છે. તેમાં કોઈ જ પ્રકારના જોખમ વગર એક ચોક્કસ રિટર્ન મળી શકે છે. સામાન્ય રીતે રોકાણકારોને વધતી મોંઘવારીના સંજોગોમાં બેન્કો દ્વારા સમયાંતરે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે છે અને આ સંજોગોમાં કંઈક હસ્તક ફુગાવા સામે લડવામાં મદદ મળી શકે છે. ખાનગી સેક્ટરની બેન્કો તેમ જ જાહેર સેક્ટરની બેન્કો પણ વર્તમાન સમયમાં સારા વ્યાજની ઓફર કરી રહ્યા છે. દરમિયાન જાહેર સેક્ટરની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) અને બેન્ક ઓફ બરોડા FD પર શાનદાર વ્યાદ દરોની ઓફર કરી રહી છે. જે ચોક્કસ સમયગાળામાં સારા વળતરની ઓફર કરે છે.

આ સમાચાર પણ વાંચોઃBank FD Vs Post Office Scheme:બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ અને પોસ્ટ ઓફિસ સ્કીમ પૈકી કોણ આપે છે વધુ વળતર, 5 વર્ષમાં સૌથી વધુ પૈસા ક્યા બને છે?

SBI દ્વારા વિવિધ મુદતની FD પર આપવામાં આવતા વ્યાજ

SBI  FD Rates
સમયગાળો સામાન્ય લોકો માટે  સિનિયર સિટીઝન માટે
7 દિવસથી 45 દિવસ 3.05% 3.55%
46 દિવસથી 179 દિવસ 4.90% 5.40%
180 દિવસથી 210 દિવસ 5.65% 6.15%
211 દિવસથી 1 વર્ષથી ઓછા 5.90% 6.40%
1 દિવસથી 2 વર્ષથી ઓછા 6.25% 6.75%
2 દિવસથી 3 વર્ષથી ઓછા 6.40% 6.90%
3 દિવસથી 5 વર્ષથી ઓછા 6.30% 6.80%
5 દિવસ અને 10 વર્ષ સુધી 6.05% 7.05%

 

 

BoB દ્વારા વિવિધ મુદતની FD પર આપવામાં આવતા વ્યાજ

BoB FD Rates
સમયગાળો સામાન્ય લોકો માટે સિનિયર સિટીઝન માટે
7 દિવસથી 45 દિવસ 3.50% 4.00%
46 દિવસથી 180 દિવસ 5% 5.50%
181 દિવસથી 210 દિવસ 5.50% 6.00%
211 દિવસથી 270 દિવસ 5.75% 6.25%
271 દિવસથી, જોકે 1 વર્ષથી ઓછી 6% 6.50%
1 વર્ષ 6.25% 6.75%
1 દિવસથી 400 દિવસ સુધી 6.25% 6.75%
400 દિવસથી 2 વર્ષ સુધી (444 અને 555 દિવસ સીવાય) 6.25% 6.75%
2 દિવસથી 3 દિવસ સુધી 6.25% 6.75%
3 દિવસથી 5 દિવસ સુધી 6.30% 6.90%
5 દિવસથી  10 દિવસ સુધી 6% 7.00%