Repo Rate Hike Impact:ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ(RBI Repo Rate Hike)માં વધારો કર્યો છે. બુધવારે ત્રણ દિવસની MPC બેઠકના પરિણામોની જાહેરાત કરતાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રેપો રેટ(Repo rate)માં 25 બેસિસ પોઇન્ટ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો કર્યાં બાદ Repo Rate 5.25 ટકાથી વધારી 5.50 ટકા થઈ ગયો છે.
નીતિ વિષયક વ્યાજ દરમાં આ વધારો કરવાને પગલે હવે સામાન્ય નાગરિકોને ઝાટકો લાગશે. કારણ કે તેમની હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના EMI પણ વધી જશે. આ સંજોગોમાં તમે પણ હોમ લોન લીધેલી છે તો તમારા પર EMIનો બોજ કેટલો વધી જશે તે જાણવું જરૂરી છે.
આ પણ વાંચો
રૂપિયા 20 લાખ લોન પર કેટલો વધશે EMI
ધારો કે કોઈ બેંક પાસેથી રૂપિયા 20 લાખ હોમ લોન(Home Loan) લીધી છે અને આ લોનનો વ્યાજ દર અત્યારે 7.5 ટકા છે. જ્યારે પાકતી મુદત 20 વર્ષ છે તો આ હિસાબથી તેની EMI રૂપિયા 16,112 થઈ જાય છે. જોકે, RBIના 25 બેસિસ પોઇન્ટ અથવા 0.25 ટકાના વ્યાજ વધારા બાદ તે 7.75 ટકા પ્રમાણે કપાશે. કેલક્યુલેશન કરો તો આ આધાર પર તેના રૂપિયા 20 લાખ લોન પર રૂપિયા 16,419 માસિક EMI આપવાનો રહેશે. એટલે કે દર મહિને રૂપિયા 307 વધારે આપવા પડશે.
રૂપિયા 30 લાખ લોનનું આ છે ગણિત
જો કોઈ વ્યક્તિએ રૂપિયા 30 લાખ લોન 7.50 ટકા વ્યાજ દર પર 20 વર્ષ માટે લીધી છે તો તેને દરેક મહિને રૂપિયા 24,168 EMI આપવી પડશે. જોકે RBI દ્વારા બેસિસ પોઇન્ટ વ્યાજ વધાર્યાં બાદ 7.75 ટકા હિસાબથી તેનો માસિક EMI વધીને રૂપિયા 24,628 થઈ જશે. એટલે કે રૂપિયા 460 દર મહિને વધી જશે.
રૂપિયા 50 લાખ હોમ લોન EMI?
જો કેલક્યુલેશન રૂપિયા 50 લાક હોમ લોન માટે કરે છે. જો આ રકમની બેંક લોન વ્યક્તિને 7.5 ટકાના વ્યાજ પર 20 વર્ષ માટે છે તો તેને અત્યારે માસિક રૂપિયા 40,280 EMI ચુકવવો પડી શકે છે. જોકે લોન પર વ્યાજ 7.75 ટકા હોય ત્યારે EMI વધીને રૂપિયા 41,047 થઈ જશે. એટલે કે લોન લેનાર પ્રત્યેક વ્યક્તિને રૂપિયા 767 વધારે આપવા પડશે.
EMI કેલક્યુલેશનની ફોર્મ્યુલા
P x R x (1+R)^N / [(1+R)^N-1]
P = લોનની રકમ
N = લોનની મુદત (મહિનાઓમાં)
R = માસિક વ્યાજ દર
તમારી લોન પર વ્યાજ દર(R)ની ગણતરી દર મહિના પ્રમાણે કરવામાં આવે છે. જેને તમે વાર્ષિક વ્યાજ દર/12/100 પ્રમાણે ઉપાડી શકાય છે.
