Sukanya Samridhi Yojana: શેરબજારમાં ભારે વધઘટ વચ્ચે લોકો સામાન્ય રીતે પરંપરાગત રોકાણ તરફ ઝડપભેર આગળ વધી રહ્યા છે. કોઈ ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ વધારી રહ્યા છે તો કોઈ સરકારી યોજનામાં પોતાના વિકલ્પને અપનાવી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે. આજે આપણે એક એવી સરકારી યોજના વિશે ચર્ચા કરશું કે જે તમને એકલા વ્યાજથી જ આશરે રૂપિયા 50 લાખની કમાણી કરાવી આપશે.
આ યોજના પોસ્ટ ઓફિસ અંતર્ગત સંચાલિત છે, જે તમારી દિકરીઓના નામે ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં લાંબા ગાળા સુધી રોકાણથી મોટા પ્રમાણમાં કમાણી કરી શકાય છે. આજે આપણે Post Officeની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY) અંગે માહિતી મેળવશું.
15 વર્ષના રોકાણમાં 21 વર્ષનો ફાયદો
Sukanya Samridhhi Yojana(SSY)માં તમારે ફક્ત 15 વર્ષ સુધી જ રોકાણ કરવાનું હોય છે. જોકે આ સ્કીમમાં તમારું રોકાણ 2 વર્ષમાં મેચ્યોર થાય છે, એટલે કે 15 વર્ષ બાદ તમારા રોકાણ પર 21 વર્ષ સુધી વળતર મળતુ રહે છે.
દિકરીના અભ્યાસથી લગ્નને લગતો ખર્ચ
આ યોજનાથી મળનાર પૈસા તમારી દિકરીના ભવિષ્યને વધારે સારું બનાવી શકે છે. તેના ઉચ્ચ શિક્ષણ માટે આ પૈસાનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જો તમે લગ્ન માટે પૈસાની જરૂર હોય તો તે પણ આ સ્કીમથી પૂરા કરી શકાય છે.
સૌથી વધારે વળતર સરકારી યોજનામાં
આ સ્કીમમાં સૌથી વધારે વ્યાજની ઓફર કરે છે. આ સ્કીમમાં ઈન્ટરેસ્ટ રેટ અત્યારે વાર્ષિક 8.2 ટકા છે, જે તમામ સરકારી યોજનામાં સૌથી વધારે વ્યાજ આપનારી સ્કીમ છે. દરેક ત્રિમાસિક ગાળામાં તેના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે.
કેટલું રોકાણ કરી શકાય છે?
આ યોજના હેઠળ મહત્તમ તમે રૂપિયા 1.5 લાખ વાર્ષિક રોકાણ કરી શકાય છે. એટલે કે જો આ માસિક ઈન્વેસ્ટમેન્ટમાં વહેચવામાં આવે તો આ રૂપિયા 12,500 થાય છે. આ યોજના અંતર્ગત રોકાણકારોનો કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.
