Post Office Scheme:પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ, કોઈ જ જોખમ વગર રૂપિયા 5 હજાર બચત પર રૂપિયા 3.56 લાખ મેળવો

Post Office Recurring Deposit Scheme 2026: જો તમે કોઈ જ પ્રકારના જોખમ વગર દર મહિને થોડી-થોડી રકમની બચત કરી એક મોટું ભંડોળ ઉભુ કરવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ(Post Office RD Scheme) તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ બની શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 26 Aug 2026 11:29 PM (IST)Updated: Wed, 26 Aug 2026 11:29 PM (IST)
post-office-scheme-post-offices-superhit-scheme-get-rs-356-lakh-on-saving-rs-5-thousand-without-any-risk

Post Office Recurring Deposit Scheme 2026: જો તમે કોઈ જ પ્રકારના જોખમ વગર દર મહિને થોડી-થોડી રકમની બચત કરી એક મોટું ભંડોળ ઉભુ કરવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ(Post Office RD Scheme) તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ બની શકે છે. દરેક મહિને પગાર આવતાની સાથે જ સેવિંગ અકાઉન્ટમાં પૈસા કરવામાં આવે છે, જેના પર ખૂબ જ ઓછું વ્યાજ મળે છે. પણ પોસ્ટ ઓફિસની 5 વર્ષની RD સ્કીમ તમને કમાણીની શાનદાર ગેરન્ટી અને વળતરની ખાતરી આપે છે.

આ સ્કીમમાં અત્યારે 6.70 ટકા વ્યાજ મળે છે. જો તમે દરેક મહિને રૂપિયા 1000, રૂપિયા 2000 અથવા તો રૂપિયા 5000 રકમ જમા કરાવો છો તો 5 વર્ષ બાદ તમારી આ રકમ વ્યાજ સાથે એક મોટું ભંડોળ બનીને તૈયાર થઈ શકે છે.

દરેક મહિને રૂપિયા 1000 જમા કરવાથી કેટલા પૈસા જમા થશે

જો તમે પોસ્ટ ઓફિસની RDમાં દરેક મહિને રૂપિયા 1000 જમા કરાવો છો તો 5 વર્ષમાં તમારી કુલ રકમ રૂપિયા 6000 થઈ જશે. 6.7 ટકા વાર્ષિક વ્યાજ સાથે તમને આશરે રૂપિયા 11,369 વ્યાજ મળશે. એટલે કે 5 વર્ષ પૂરા થતા તમને રૂપિયા 71,369 મળશે. 

રૂપિયા 2000 જમા કરવા પર કેટલા પૈસા મળશે

જો તમે દરેક મહિને રૂપિયા 2000 રોકાણ કરો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ રૂપિયા 1,20,000 થશે. તેના પર આશરે રૂપિયા 22,732 વ્યાજ મળશે. આમ 5 વર્ષમાં આ રકમ રૂપિયા 1,42,732 થઈ જશે.

રૂપિયા 5000 જમા કરવા પર કેટલા પૈસા મળશે

જો તમે દરેક મહિને રૂપિયા 5000 રોકાણ કરો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ રૂપિયા 3,00,000 થશે. તેના પર આશરે રૂપિયા 56,830 વ્યાજ મળશે. આમ 5 વર્ષમાં આ રકમ રૂપિયા 3,56,830 થઈ જશે.