Post Office KVP: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા ડબલ; કેટલાક મહિનામાં રૂપિયા 5 લાખના રૂપિયા 10 લાખ થઈ જશે તે જાણો?

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ યોજનામાં 7.5 ટકા વ્યાજ મળે છે અને 115 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરીને પરત આપે છે, તે પણ બિલકુલ સુરક્ષિત એટલે કે શૂન્ય ટકા જોખમ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 16 Aug 2026 04:55 PM (IST)Updated: Sun, 16 Aug 2026 04:55 PM (IST)
post-office-kissan-vikas-patra-your-money-and-investment-double-in-9-years-7-months

Post Office Kisan Vikas Patra:પોસ્ટ ઓફિસની એક એવી શાનદાર રોકાણ યોજના છે કે જે રોકાણકારોને તેમના રોકાણ પર શાનદાર વળતર આપે છે. આ સ્કીમનું નામ છે કિસાન વિકાસ પત્ર (Post Office KVP). પોસ્ટ ઓફિસની આ એકમાત્ર એવી સ્કીમ છે કે જે રોકાણકારોના પૈસાને ડબલ કરી આપે છે.


આ સરકારી સ્કીમનો ફાયદો કોઈ પણ લઈ શકે છે. રૂપિયા 1000ની નાની રકમથી રોકાણ કરી શકાય છે. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સ્કીમમાં રોકાણની મહત્તમ કોઈ મર્યાદા નથી. 18 વર્ષતી વધાર અવધિના કોઈ પણ વ્યક્તિ નજીકના પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. 

કેટલા સમયે પૈસા ઉપાડી શકાય છે

સરકાર આ યોજના અંતર્ગત 7.5 ટકાના વાર્ષિક વ્યાજ આપે છે,જે અનેક બેંકોની તુલનામાં ઘણું ઓછું છે. જો આ યોજનામાં રોકાણ બાદ તમે તમારા પૈસા ઉપાડવા જરૂરી છે તો 2 વર્ષ 6 મહિના એટલે કે 30 મહિના બાદ તમે પૈસા ઉપાડી શકો છો. 

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશે

ઈન્ડિયા પોસ્ટની માહિતી પ્રમાણે આ યોજના અંતર્ગત રોકાણની રકમ 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થઈ જાય છે. ધારો કે તમે રિટાયરમેન્ટ અથવા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 5 લાખ રોકાણ કરો છો તો 115 મહિનામાં તમારા પૈસા 5 લાખના રૂપિયા 10 લાખ થઈ જશે. આ એક સૌથી સુરક્ષિત રીત છે. જો લોકોને જોખમ વગર પૈસા ડબલ કરી આપે છે.