PPF News: PPFમાં રોકાણ કરવાનો યોગ્ય સમય કયો; 7.2 ટકા વ્યાજ અને ટેક્સ સેવિંગને લગતા ફાયદા કયા છે તે જાણો

PPF News:નોકરીયાત વર્ગ અથવા મધ્યમવર્ગી પરિવાર એવી જગ્યા પર રોકાણ કરવા ઈચ્છે છે કે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને તેમના રોકાણ પર સ્થાયી રિટર્ન પણ મળતું રહે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 09:40 PM (IST)Updated: Sat, 03 Oct 2026 09:40 PM (IST)
investing-in-ppf-earns-72-per-cent-interest-and-also-offers-tax-savings

PPF News:નોકરીયાત વર્ગ અથવા મધ્યમવર્ગી પરિવાર એવી જગ્યા પર રોકાણ કરવા ઈચ્છે છે કે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને તેમના રોકાણ પર સ્થાયી રિટર્ન પણ મળતું રહે. આ પ્રકારના રોકાણકારો માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ(PPF) એક શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેમાં કોઈ જ પ્રકારની ચિંતા વગર રોકાણ કરી શકાય છે. તેની પાછળનું કારણ PPFને સરકારની સોવરેન ગેરન્ટી મળેલી છે. તેનો અર્થ એ છે કે જો PPF રોકણને લઈ કોઈ ગેરરીતિ થતી નથી અને સરકાર રોકાણકારોને વ્યાજ સહિત પૂરા પૈસા આપશે. PPFમાં રોકાણ સાથે સંકળાયેલ પૂરી પ્રક્રિયા અને યોગ્યતા અંગે માહિતી આપશું.

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

નાણાં મંત્રાલયે નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યુટે PPFની શરૂઆત કરી હતી. PPF દેશમાં ઉપલબ્ધ સૌથી સારા અને સુરક્ષિત રોકાણ અવધિના રોકાણ વિકલ્પો પૈકી એક છે. કોઈ પણ ભારતીય રહેવાસી(સગીર સહિત) PPF ખાતું ખોલાવી શકે છે. અને તેને એવા લોકો માટે થોડી થોડી રકમ રોકાણનો વિકલ્પ બની શકે છે. PPF રોકાણકારોને સુરક્ષિત અને સ્થિર રીતે તેમની સંપત્તિ વધારવામાં મદદ કરે છે. તે એવા લોકો માટે આદર્શ છે જેઓ સુરક્ષિત રોકાણ વિકલ્પ ઇચ્છે છે જે ગેરંટીકૃત વળતર અને કર બચત બંને પ્રદાન કરે છે.