સરકારે PPF,સુકન્યા અને SCSS પર વ્યાજની કરી જાહેરાત;કઈ સ્કીમમાં કેટલાક ઈન્ટરેસ્ટ રેટ મળે છે તે જાણો

Interest Rates On Government Scheme:કેન્દ્ર સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ અને સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સહિત નાની બચત યોજના પરના વ્યાજની જાહેરાત કરી છે. સ્મોલ સેવિંગ સ્કીમ અથવા અથવા નાની બચત યોજનાને લગતા વ્યાજની જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 30 Sep 2026 09:16 PM (IST)Updated: Wed, 30 Sep 2026 09:16 PM (IST)
government-announces-interest-rates-for-ppf-sukanya-and-scss-find-out-the-rates-offered-by-each-scheme

Interest Rates On Government Scheme:કેન્દ્ર સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ અને સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સહિત નાની બચત યોજના પરના વ્યાજની જાહેરાત કરી છે. સ્મોલ સેવિંગ સ્કીમ અથવા અથવા નાની બચત યોજનાને લગતા વ્યાજની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના ફાયનાન્સ મિનિસ્ટ્રી તરફથી આ વ્યાજની જાહેરાત કરી છે. સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે આ યોજનાના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે અગાઉના સ્તર પર યથાવત છે.આ સતત 9મો ત્રિમાસિક ગાળો છે કે જ્યારે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે બુધવારે આ અંગે નિર્ણયની જાહેરાત કરી છે.

ઈમેજમાં આપેલા હિંદી લખાણના સ્થાને ગુજરાતી લખાણ નીચે મુજબ છે: 
નાની બચત યોજના (Small Saving Scheme) વ્યાજ દર (%) સમયગાળો / લોક-ઇન સમય
સુકન્યા સમૃદ્ધિ યોજના 8.2% 21 વર્ષ
સિનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ (વરિષ્ઠ નાગરિક બચત યોજના) 8.2% —
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) 7.7% —
કિસાન વિકાસ પત્ર (KVP) 7.5% —
5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) 7.5% 5 વર્ષ
મંથલી ઇનકમ સ્કીમ (MIS) 7.4% —
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1% 15 વર્ષ
3 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) 7.1% 3 વર્ષ
2 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) 7.0% 2 વર્ષ
1 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) 6.9% 1 વર્ષ
5 વર્ષની રીકરીંગ ડિપોઝિટ (RD) 6.7% 5 વર્ષ

 

જુલાઈ-સપ્ટેમ્બર 2026 માટે નાની બચત યોજના પર વ્યાજ દર

સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. તે સરકારી બોન્ડ યીલ્ડ, વ્યાજ દર, બજાર અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓ જેવા પરિબળોની તપાસ કરે છે અને પછી વ્યાજ દર નક્કી કરે છે. છેલ્લો સુધારો એપ્રિલ 2024માં થયો હતો, જ્યારે સરકારે ત્રણ વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર 7% થી વધારીને 7.1% કર્યો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પરનો દર પણ 8% થી વધારીને 8.2% કરવામાં આવ્યો હતો.