Post Office Income Scheme:રૂપિયા એક કરોડનું ભંડોળ;એકલા વ્યાજથી જ થશે રૂપિયા 65 લાખની કમાણી, પોસ્ટ ઓફિસની કરોડપતિ સ્કીમ વિશે જાણો

Post Office Income Scheme:પોસ્ટ ઓફિસ દ્વારા અનેક સરકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સ્મૉલ સેવિંગ સ્કીમ એક સુરક્ષિત રોકાણ ઉપરાંત શાનદાર રિટર્નની દ્રષ્ટીઓ ખુબ જ લોકપ્રિય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 19 Aug 2026 04:30 PM (IST)Updated: Wed, 19 Aug 2026 04:30 PM (IST)
you-can-become-a-millionaire-with-the-post-offices-ppf-scheme-know-how-can-be

Post Office Income Scheme:પોસ્ટ ઓફિસ દ્વારા અનેક સરકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સ્મૉલ સેવિંગ સ્કીમ એક સુરક્ષિત રોકાણ ઉપરાંત શાનદાર રિટર્નની દ્રષ્ટીઓ ખુબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ(Post Office Saving Schemes)માં કરોડપતિ બનાવતી યોજનાનો પણ સમાવેશ થાય છે. જેની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં રોકાણ કરી તમે વ્યાજથી જ રૂપિયા 65 લાખની કમાણી કરી શકો છો. અમે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPF વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો આ અંગે વધારે વિગતવાર માહિતી જાણીએ. 

સરકારની ગેરન્ટી, TAX છૂટથી Zero Risk

બચત સ્કીમ્સની વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસની બચત યોજના સૌથી શાનદાર છે. કારણ કે આ સ્કીમ્સમાં કરવામાં આવેલ નાનામાં નાની બચત પર સારું વળતર આપવામાં આવે છે અને સુરક્ષાની પણ ગેરન્ટી સરકાર જ આપે છે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમ (PPF Scheme)ના શાનદાર ફાયદા રહેલા છે, જ્યાં તે લાંબા ગાળામાં શાનદાર રિટર્ન પણ આપે છે તે સાથે રોકાણ પર ટેક્સ બેનિફિટનો પણ લાભ મળે છે. PPF Investmentમાં 80C અંતર્ગત ટેક્સમાં ઘટાડો કરવાને લગતો લાભ પણ મળે છે. આ ઉપરાંત રૂપિયા 1.5 લાખ સુધી ટેક્સ છૂટનો ક્લેમ પણ કરી શકાય છે. આ EEE દાવો કરે છે, જેનો સીધો અર્થ છે કે તમારા દ્વારા સ્કીમમાં કરવામાં આવેલ યોગદાન પણ Tax Free છે. 

PPF સ્કીમમાં લઘુતમ રૂપિયા 500થી રોકાણની શરૂઆત કરી શકાય છે. જ્યારે તેમાં એક નાણાકીય વર્ષમાં મહત્તમ રૂપિયા 1.50 લાખનું એક સાથે રોકાણ કરી શકાય છે. આ યોજનામાં સગીરનું પણ ખાતું ખોલાવી શકાય છે. જોકે તેમાં જોઈન્ટ અકાઉન્ટ ખોલવાની સુવિધા મળતી નથી.

આ રીતે બનશે PPFથી કરોડપતિ

Post Office PPFSchemeમાં કરોડપતિ બનવાની ગણતરી જોઈએ તો તેના માટે તમે રોકાણ પર મેચ્યોરિટી બાદ બે એક્સચેન્શન લઈ શકો છો. આ માટે તમે મેચ્યોરિટીના એક વર્ષની અંદર જ અરજી આપવાની રહેશે. જો તમે 15 વર્ષ સુધી 1.5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો મેચ્યોરિટી સુધી તમારી જમા રકમ રૂપિયા 22.50 લાખ પહોંચી શકશે. જ્યારે વ્યાજ સહિત તમારું ફંડ રૂપિયા 40,68,209 થઈ જશે. જ્યારે તમે બે એક્સટેન્શન લઈ રોકાણને રૂપિયા 25 વર્ષ સુધી ચાલે છે તો તમારી રકમ રૂપિયા 27.50 લાખ થશે અને તમારું ફંડ વધીને રૂપિયા 1,03,08,015 થઈ જશે. એટલે કે તમે કરોડપતિ બની શકશો.