PF New Rules: PFને લગતા નિયમોમાં ફેરફાર કરવાથી પગારદાર વર્ગને કેવી અસર થઈ શકે છે, PF રકમ કેવી રીતે કપાશે?

PF New Rules:નોકરીયાત વર્ગો માટે પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PFને લગતા નિયમો ખાસ છે. નવા નિયમો જહેર થવાને લીધે PF ખાતામાં જે રકમ જમા હોય છે તે ઉપાડી શકાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 12:35 PM (IST)Updated: Sun, 22 Nov 2026 12:35 PM (IST)
how-might-changes-to-pfrelated-rules-affect-the-salaried-class-and-how-will-the-pf-amount-be-deducted
epfo-minimum-balance-10-percent-swp-withdrawal-rules-1795107232534.webp

PF New Rules:નોકરીયાત વર્ગો માટે પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PFને લગતા નિયમો ખાસ છે. નવા નિયમો જહેર થવાને લીધે PF ખાતામાં જે રકમ જમા હોય છે તે ઉપાડી શકાય છે. આ અંગે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા પ્રોવિડેન્ટ ફંડને લગતા કેટલાક નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને લીધે પીએફની રકમને ઉપાડવા તથા બેરોજગારીની સ્થિતિમાં નિયમોમાં છૂટ આપવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે આ અંગેના નિયમો સંબંધિત ફેરફારની અસર એમ્પ્લોઈ પેન્શ સ્કીમ એટલે કે ઈપીએસ પર થઈ શકે છે.

નિવૃત્તિને લગતા આ નિયમો સ્વૈચ્છીક

અલબત નિવૃત્તિને લગતા આ નિયમો સ્વૈચ્છીક રહી શકે છે. વિવિધ હપ્તા ધરાવતી રકમ બાદ ખાતામાં બાકી રહેલ રકમ પર વ્યાજ દરોથી લાગુ રહે છે. આ સાથે રિટાયર કર્મચારીઓને એક સાથે રકમ ઉપાડવા અથવા દર મહિને પૈસા ઉપાડવા માટે સુવિધા મળી શકે છે. એટલે કે હવે નિવૃત કર્મચારી દર મહિને, ત્રણ મહિને અથવા છ મહિનાના અંતરે પોતાની બચતનો કેટલોક ભાગ ઉપાડી શકે છે. સરકાર દ્વારા આ વ્યવસ્થા રજૂ કરવાનો ઉદ્દેશ નિવૃત થઈ રહેલા કર્મચારીઓને સમયાંતરે આવક પૂરી પાડવાનો છે. જ્યારે બચત પર વ્યાજ પણ મળશે અને દર મહિને આવક મળતી રહેશે, જેથી દૈનિક ખર્ચા પૂરા કરી શકાશે.

બાકી રહેલ રકમ પર લાગુ દરથી વ્યાજ

અલબત નિવૃત થતા કર્મચારીઓ માટે આ સુવિધા એકંદરે સ્વૈચ્છીક રહેશે અને વિવિધ હપ્તાની રકમ બાદ ખાતામાં બાકી રહેલ રકમ પર લાગુ દરથી વ્યાજ મળતું રહેશે.ખાતાધારકના મૃત્યુના સંજોગોમાં વ્યક્તિના નામિત વ્યક્તિ અથવા આશ્રિત વ્યક્તિને બાકી રહેલી રકમ કે તે મળી શકે છે.