8th Pay Commission:સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, એરિયરની તારીખ 100 ટકા થઈ પૃષ્ટી, ક્યારથી વધેલા પૈસા મળવા લાગશે?

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મું પગાર પંચ (8th Commission)ને લઈ એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. આ સાથે પગાર પંચ તેની લાગુ કરવામાં આવનારી ભલામણો સાથે પગાર વધારાથી લઈ એરિયર અંગે ચર્ચાએ વેગ પકડી લીધો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 09:42 AM (IST)Updated: Mon, 16 Nov 2026 10:00 AM (IST)
good-news-for-government-employees-the-date-for-payment-of-arrears-has-been-confirmed-when-will-they-start-receiving-the-increased-amount

8th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મું પગાર પંચ (8th Commission)ને લઈ એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. આ સાથે પગાર પંચ તેની લાગુ કરવામાં આવનારી ભલામણો સાથે પગાર વધારાથી લઈ એરિયર અંગે ચર્ચાએ વેગ પકડી લીધો છે.

દરમિયાન નેશનલ કાઉન્સિલ-JCMના સ્ટાફ સાઈડ બાબતના સેક્રેટરી SG મિશ્રાએ દાવો કર્યો છે કે કર્મચારીઓ તથા પેન્શનર્સને 8માં પગાર પંચને લગતા એરિયલ 1લી જાન્યુઆરી 2026થી મળશે. તેમણે આ તારીખને લઈ 100 ટકા વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

8માં પગાર પંચની ભલામણો

આ સાથે 8માં પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં ભલે લાંબો સમય લાગતો હોય પણ કર્મચારીઓની આર્થિક રીતે ફાયદો થવા સાથે ગણતરી 1લી જાન્યુઆરી 2026થી થશે. એટલે કે આ ભલામણો 2027માં લાગુ થઈ જશે તો વર્ષ 2026ના જાન્યુઆરીથી નવા તથા જૂના પગાર વચ્ચે જે એરિયર છે તેની ચુકવણી કરવામાં આવશ.

અલબત કેન્દ્ર સરકાર તરફથી 1લી જાન્યુઆરી 2026થી તો એરિયર આપવાને લઈ અંતિમ સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી નથી. સરકાર અગાઉ પણ આ અંગે સ્પષ્ટતા કરી ચુકી છે કે પંચ તરફથી જે ભલામણો સ્વીકરવામાં આવશે તે બાદની તારીખથી લાગુ થશે.

7માં પગાર પંચના અમલીકરણની ફોર્મ્યુલા

7માં પગાર પંચના અમલીકરણની ફોર્મ્યુલાને જોવામાં આવે તો તેની ભલામણો જુલાઈ 2016માં લાગુ કરવામાં આવી હતી. જોકે તેનો અમલ 1લી જાન્યુઆરી 2016થી માનવામાં આવેલ. આ સંજોગોમાં કર્મચારીઓ તથા પેન્શનર્સને 6 મહિના માટેનું એરિયર મળતું હતું. અલબત 8માં પગાર પંચમાં રિયલ એરિયર નવા પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને સરકારના અંતિમ નિર્ણય પર આધાર રાખશે.

મે 2027 નવી આશા

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે 8માં પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરી હતી. આ પંચ તેની ભલામણો સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સંજોગોમાં આ અહેવાલ મે 2027 સુધી આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવશે, અને તેને લાગુ કરવાનો અંતિમ નિર્ણય લેશે.