Federal bank FD Rates: ફેડરલ બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દર વધારી 7.5 ટકા કર્યાં, બચત કરતાં ગ્રાહકોને હવે થશે વધારે લાભ

Federal bank FD Rates:તાજેતરમાં મોંઘવારીની સ્થિતિમાં વ્યાજ દરોમાં વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજના દરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 10:44 AM (IST)Updated: Fri, 13 Nov 2026 10:44 AM (IST)
federal-bank-fd-rates-federal-bank-has-increased-fixed-deposit-interest-rates-to-75-per-cent-customers-who-save-will-now-benefit-more
ICICI Bank FD Rates

Federal bank FD Rates:તાજેતરમાં મોંઘવારીની સ્થિતિમાં વ્યાજ દરોમાં વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજના દરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે. દરમિયાન વિવિધ બેન્કો તેમની વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. આ દિશામાં ફેડરલ બેન્કે પણ સિનિયર સિટીઝન માટે પસંદગીના સમય ગાળા માટે વ્યાજ દરોમાં 7.50 ટકામાં વધારો કર્યો છે.

આ નવા દરો ગઈકાલથી એટલે કે 12 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. ફેડરલ બેન્ક દ્વારા સિનીયર સિટીઝન માટેના થાપણ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર રૂપિયા 3 કરોડથી ઓછા ડિપોઝીટ પર લાગુ થશે.

આ સાથે સીનિયર સિટીઝનને 7.4 ટકા વ્યાજની ઓફર કરવામાં આવી છે. રૂપિયા એક કરોડની એફડી પર પ્રી મેચ્યોર સુવિધા ઉપલબ્ધ નથી. ગ્રાહકોને 7.5 ટકા વ્યાજ દરોથી ચુકવણી કરવામાં આવી રહી છે. બેન્કનો દાવો છે કે 35 મહિના માટે વાર્ષિક ધોરણે ઊપજ 8.30 ટકા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 35 મહિના માટે સમય માટે હતા.

એવી જ રીતે સામાન્ય નાગરિકો માટે 35 મહિનાના ગાળા માટે ફિક્સ્ડ ડિપોઝીટ પર 6.80 ટકા વળતર મળશે. જ્યારે ICICI બેન્ક દ્વારા ઓક્ટોબર મહિનામાં FD દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.ખાનગી સેક્ટરની અગ્રણી કંપની HDFC બેન્કે ગત 4 નવેમ્બરના રોજ નવા વધારેલા દર લાગૂ કરવામાં આવ્યા છે. હવે બેન્ક સામાન્ય નાગરિકને માટે 6.80 ટકા અને સિનિયર સિટીઝનને 7.55 ટકા વ્યાજ દરની ઓફર કરે છે.

કોટક મહિન્દ્રા બેન્કે 4 નવેમ્બરથી અમલી બને તે રીતે લાગુ થયા છે. હવે બેન્ક સામાન્ય નાગરિકોને 6.80 ટકા અને સીનિયર સિટીઝનને 7.55 ટકા વ્યાજ ઓફર કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂરાજકિય ચિંતાજનક માહોલ વચ્ચે ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજ દરો વધારવામાં આવી રહ્યા છે.