High Interest Rate:આ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં કર્યાં મોટા ફેરફાર, આ લોકોને મળસે 7.25 ટકા સુધીનું વળતર

FD Rate:ફિક્સ્ડ ડિપોઝીટ(FD)ને સુરક્ષિત રોકાણ તરીકે જોનારા લોકો માટે બેંકોએ વ્યાજ દરોમાં વ્યાપક ફેરફાર કર્યાં છે. HDFC Bank, Federal Bank અને Axis Bank એ વિવિધ અવધી માટે FD પર નવા વ્યાજ દરો લાગુ કર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 11:04 PM (IST)Updated: Sun, 30 Aug 2026 11:04 PM (IST)
high-interest-rate-these-banks-have-made-major-changes-in-interest-rates-on-fixed-deposits

FD Rate:ફિક્સ્ડ ડિપોઝીટ(FD)ને સુરક્ષિત રોકાણ તરીકે જોનારા લોકો માટે બેંકોએ વ્યાજ દરોમાં વ્યાપક ફેરફાર કર્યાં છે. HDFC Bank, Federal Bank અને Axis Bank એ વિવિધ અવધી માટે FD પર નવા વ્યાજ દરો લાગુ કર્યાં છે. તેમાં વિશેષ કરીને સીનિયર સિટીઝનને સામાન્ય ગ્રાહકોની તુલનામાં વધારે વ્યાજ આપવામાં આવી રહેલ છે.

આ પૈકી Axis Bank પસંદગીના FD પર સિનિયર સિટીઝન માટે સૌથી વધુ 7.25% વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે. ફેડરલ બેંક મહત્તમ 7.20% વ્યાજ દર અને HDFC બેંક મહત્તમ 7.10% વ્યાજ દર ઓફર કરે છે.

HDFC બેંક 7.10% સુધી વ્યાજ આપે છે

HDFC બેંકે ચોક્કસ સમયગાળા માટે રૂપિયા 3 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર સિનિયર સિટીઝન માટે વ્યાજ દર વધાર્યાં છે. 3 વર્ષ 1 દિવસથી 4 વર્ષ 7 મહિનાથી ઓછી મુદતની FD પર હવે 7.10% વ્યાજ મળશે. આ અગાઉ આ દર 7% હતા. સિનિયર સિટીઝન માટે બેંકના વ્યાજ દરો વિવિધ સમયગાળા માટે 3.25% થી 7.10% સુધી છે.

Federal Bank 7.20% વ્યાજ આપે છે 

ફેડરલ બેંકે રૂપિયા 3 કરોડથી ઓછી રકમની FD માટે વ્યાજ દરમાં પણ સુધારો કર્યો છે.સિનિયર સિટીઝન માટે વ્યાજ દર 3.50% થી 7.20% સુધીની છે.બેંકનો સૌથી વધુ વ્યાજ દર 7.20% 48 મહિનાની FD પર ઉપલબ્ધ છે. 15 મહિનાની FD પર 7.15% અને 24 મહિનાથી ઓછી અને 48 મહિના સુધીની FD પર 7% વ્યાજ દર ઉપલબ્ધ છે.

Axis Bank સૌથી વધારે 7.25% વ્યાજ દર ઓફર કરે છે 

Axis Bank 26 ઓગસ્ટ, 2026થી અમલમાં આવતા તેના સ્થાનિક FD દરોમાં ફેરફાર કર્યો છે. સિનિયર સિટીઝન રૂપિયા 3 કરોડથી ઓછી મુદતની FD પર 3.50% થી 7.25% સુધીના વ્યાજ દર મેળવી શકે છે. 5 થી 10 વર્ષની મુદતવાળી FD પર સૌથી વધુ 7.25% વ્યાજ દર ઉપલબ્ધ છે.