FD Rules 2026:1લી ઓક્ટોબરથી બદલાઈ જશે FDની ગણતરીનું સમીકરણ, સામાન્ય નાગરિકો પર શું અસર થશે તે જાણો

FD Rules From October 1:જો તમારા પૈસા બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ(FD)માં છે તો 1લી ઓક્ટોબર 2026થી નવા લાગૂ થવા જઈ રહેલા નિયમોને નજરઅંદાજ કરશો નહીં. વિશેષ કરીને જો તમે મોટી રકમ ફિક્સ્ડ ડિપોઝીટમાં મુકી છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 21 Aug 2026 04:03 PM (IST)Updated: Fri, 21 Aug 2026 04:03 PM (IST)
fd-rules-changing-from-october-1-2026-uniform-interest-rates-daily-updates-and-more-depositors-what-need-to-know

FD Rules From October 1:જો તમારા પૈસા બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ(FD)માં છે તો 1લી ઓક્ટોબર 2026થી નવા લાગૂ થવા જઈ રહેલા નિયમોને નજરઅંદાજ કરશો નહીં. વિશેષ કરીને જો તમે મોટી રકમ ફિક્સ્ડ ડિપોઝીટમાં મુકી છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે RBIએ રૂપિયા 3 કરોડથી વધારે રકમની બલ્ક ડિપોઝીટને લગતા નિયમોમાં ફેરફાર કર્યાં છે. હવે બેંકોએ એવી ડિપોઝીટના વ્યાજ દરોની માહિતી દરરોજ નિયત સમય પર પોતાની વેબસાઈટ પર આપવી પડશે.

એટલું જ નહીં એક જ બેંકમાં એક જ દિવસ અને સમાન શરતો પર જમા રકમ માટે અલગ-અલગ વ્યાજ દર આપવાની શક્યતા પણ ઓછી રહેશે. એટલે કે મોટી FD રોકાણકારો માટે 1 ઓક્ટોબરથી બેંકોના વ્યાજ દર પર અગાઉની તુલનામાં વિશેષ નજર રાખવી પડશે.

1 ઓક્ટોબરથી બેંક દરરોજ વ્યાજ દર અંગે માહિતી આપશે

નવા નિયમો પ્રમાણે બેંકોએ જમા રકમ પર લાગુ વ્યાજ દરોની માહિતી તેમની વેબસાઈટ પર દરરોજ ઉપલબ્ધ કરાવવી પડશે. વિશેષ કરીને બલ્ક ડિપોઝીટના વ્યાજ દરોને બેંકોએ દરરોજ કામકાજના દિવસે સવારે 10 વાગ્યા સુધી વેબસાઈટ પર અપડેટ કરવા પડશે. આ માટે 10 મિનિટના ગ્રોસ પીરિયડ હશે, એટલે કે મહત્તમ 10:10 વાગ્યા સુધી માહિતી અપડેટ કરવાની રહેશે. આ ફેરફારથી મોટા રોકાણકારોને આ બાબત સમજવામાં સરળતા રહેશે કે તે દિવસે બેંક કેટલા વ્યાજ દરની ઓફર કરે છે. એટલે કે FD કરતાં પહેલા બેંકની વેબસાઈટ પર જઈ રેટ જોવા વિશેષ જરૂરી બની શકે છે.

આ સાથે RBIના નવા નિયમો પ્રમાણે એક જ બેંકમાં સમાન રકમ અને સમાન શરતો પર એક જ દિવસમાં સ્વીકાર કરવામાં આવેલ ડિપોઝીટ પર અલગ-અલગ બ્રાન્ચમાં અલગ-અલગ વ્યાજ દર આપવાની શક્યતા રહેશે નહીં. એટલે કે એવું નહીં બને કે એક જ શાખામાં ગ્રાહકોને કોઈ FD પર રેટ મળે અને તે દિવસે સમાન રકમ અને સમાન અવધિ માટે અન્ય શાખામાં અન્ય કોઈ રેટ દર્શાવવામાં આવ્યા હોય. તેનેથી ગ્રાહકોને બેંકની અલગ-અલગ શા વચ્ચે વ્યાજ દરને લઈ જે ગેરસમજ સર્જાય છે તે ઓછી કરવામાં મદદ મળશે.

આ ગ્રાહકોને વિશેષ ધ્યાન આપવાનું રહેશે

સૌથી પહેલા એ બાબત સમજવાની જરૂર છે કે બલ્ક ડિપોઝીટ સામાન્ય નાની FDથી અલગ હોય છે. અનુસૂચિત વાણિજ્ય બેંકોની બાબતમાં રૂપિયા 3 કરોડ અને તેનાથી વધારે સિંગલ ટર્મ ડિપોઝીટને બલ્ક ડિપોઝીટ માનવામાં આવે છે. આ પ્રકારની ડિપોઝીટ પર બેંક અલગ-અલગ વ્યાજ દર ઓફર કરે છે. નવા નિયમો પ્રમાણે તેમને આ દરો વધારે સ્પષ્ટ અને નિયત રીતે દર્શાવવા પડશે. આ માટે જે લોકોની મોટી રકમ FDમાં છે તેમના માટે 1લી ઓક્ટોબર બાદ બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ વ્યાજ દરોને જોવા અને અલગ-અલગ વિકલ્પોની તુલના કરવી વધારે મહત્વની બની જશે.