FD Rules Change:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના નવા નિયમો અંતર્ગત બેંક હવે બલ્ક ડિપોજીટના વ્યાજ દરો તેમની વેબસાઈટ પર દરેક કામકાજના દિવસે જાહેર કરશે. આ માહિતી સવારે 10 વાગ્યા સુધી આપવી પડશે. જોકે અત્યારે બેંકોને તેના માટે 10 મિનિટનો ગ્રેસ પીરિયડ મળશે, એટલે કે મહત્તમ 10:10 વાગ્યા સુધી રેટ અપડેટ કરી શકાય છે.
આ ઉપરાંત બેંકને જમા પર ત્યા વ્યાજ દર લાગુ કરવાની રહેશે. જે તેમના વેબસાઈટ પર દર્શાવેલ છે. એટલે કે મોટી રકમ જમા કરનાર ગ્રાહક માટે બેકની વેબસાઈટ પર દેખાતા રેટ એક સ્પષ્ટ રેફરેન્સ પોઈન્ટ હશે.
આ પણ વાંચો
અલગ અલગ બ્રાંચ પર અલગ અલગ દર નહીં - નવા નિયમોમાં તે પણ જણાવાયું છે કે એક જ બેંકની અલગ અલગ શાખા ફક્ત શાખા બદલાય છે તેના કારણે સમાન રકમની બલ્ક ડિપોઝીટ પર અલગ અલગ વ્યાજ દર આપી શકતી નથી. એક જ દિવસે સ્વીકારવામાં આવેલી સમાન રકમની થાપણો માટેના દરોમાં મનસ્વી તફાવત ન હોવો જોઈએ.
જોકે બેંકો લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) હેઠળ લાગુ પડતા રન-ઓફ રેટને ધ્યાનમાં રાખીને ચોક્કસ બલ્ક ડિપોઝિટ પર અલગ અલગ વ્યાજ દર ઓફર કરી શકે છે. ચોક્કસ નોન-રેસિડેન્ટ રૂપિયા ડિપોઝિટ પર પણ અલગ અલગ નિયમો લાગુ થઈ શકે છે.
રૂપિયા 3 કરોડની FD પર ફોકસ - અનુસૂચિત વાણિજ્યિક બેંકો સામાન્ય રીતે રૂપિયા 3 કરોડ કે તેથી વધુની સિંગલ ટર્મ ડિપોઝિટને બલ્ક ડિપોઝિટ તરીકે માને છે. જો કે વિવિધ બેંક કેટેગરી માટે મર્યાદા અલગ અલગ હોઈ શકે છે.
સૌથી ખાસ આ ફેરફારો મુખ્યત્વે બલ્ક FD સાથે સંબંધિત છે. તેથી નિયમિત રિટેલ FD ધરાવતા ગ્રાહકો માટે વર્તમાન વ્યાજ દર 1 ઓક્ટોબરથી આપમેળે બદલાશે નહીં. મોટી FD ધરાવતા લોકોએ ડિપોઝિટ કરતા પહેલા તે દિવસે બેંકની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલ બલ્ક ડિપોઝિટ દરો તપાસવા જોઈએ.
