EPFO WhatsApp Number:EPFO વ્હોટ્સએપ નંબરથી તમારી PF પાસબુક ટાઉનલોડ કરો, આ માટેની સંપૂર્ણ પ્રક્રિયાને જાણો

જો તમે નોકરી કરી રહ્યા છો અને દર મહિને તમારા પગારમાંથી PF કપાય છે તો તમારા માટે આ માહિતી ખૂબ જરૂરી છે. હવે તમારે તમારા PF બેલેન્સ ચક કરવા કે પાસબુક ડાઉનલોડ કરવા માટે વારંવાર EPFOની વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવાની જરૂર નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 03:03 PM (IST)Updated: Sat, 14 Nov 2026 03:03 PM (IST)
epfo-whatsapp-number-download-your-pf-passbook-using-the-epfo-whatsapp-number-learn-the-complete-process-for-this

EPFO WhatsApp Number:જો તમે નોકરી કરી રહ્યા છો અને દર મહિને તમારા પગારમાંથી PF કપાય છે તો તમારા માટે આ માહિતી ખૂબ જરૂરી છે. હવે તમારે તમારા PF બેલેન્સ ચક કરવા કે પાસબુક ડાઉનલોડ કરવા માટે વારંવાર EPFOની વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવાની જરૂર નથી.

શ્રમ અને રોજગાર બાબતના પ્રધાન મનસુખ માંડવિયાએ 1 નવેમ્બર 2026ના રોજ EPFOના 74માં સ્થાપના દિવસ પ્રસંગે આ ખાસ સુવિધાની શરૂઆત કરી હતી. PF સાથે સંકળાયેલ સર્વિસિસને સરળ બનાવવા અને કર્મચારીઓને ડિજીટલ રીતે સુવિધા પૂરી પાડવાનો છે. 

EPFOનો સત્તાવાર WhatsApp નંબર +91 87964 41800 છે. અને તેના પર PFને લગતી તમામ માહિતી એકત્રિત કરી શકાય છે. જો તમે પણ EPFO પોર્ટલ પર લોગઈન કર્યાં વગર જ તમારા PF પાસબુક જોવા ઈચ્છતા હોય તો નીચે આપવામાં આવેલ પ્રક્રિયાનુ પાલન કરીને તપાસ કરી શકો છો.

1.સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં EPFOનો અધિકૃત વ્હોટ્સએપ નંબર +91 87964 41800 સેવ કરી લો.
2. હવે વ્હોટ્સએપ ખોલો અને તે નંબર પર Hi લખીને મેસેજ મોકલો.
3. ત્યારબાદ તમારે EPFO તરફથી વેલકમ મેસેજ મળશે.
4. તમે તમારી ભાષા પસંદ કરો.
5. સ્ક્રીન પર આપવામાં આવેલ વિકલ્પમાંથી PF Balance, છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન અથવા ડાઉનલોડ પાસબુક વિકલ્પો પસંદ કરી શકો છો.
6. ત્યારબાદ તમને ઓળખની પૃષ્ટી કરવા માટે જરૂરી વેરિફિકેશન પૂરી કરો. આ માટે તમારે UAN સંબંધિત રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
7.OTP વેરિફાઈ થયા બાદ તમારે સંબંધિત PF અકાઉન્ટ પસંદ કરો.
8. હવે તમે તમારા PF બેલેન્સને જોઈ શકો છો અને પાસબુક ડાઉનલોક કરવાના વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

આ સુવિધાથી તમે તમારા PFના ખાતામાં રહેલા પૈસાને ગણતરીની મિનિટમાં જાણી શકશો અને આ અંગેની જરૂરી વિગતોને પણ ડાઉનલોડ કરી શકશો.