Decision On Pensions:એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પેન્શનર્સ માટે લઘુતમ પેન્શનને લઈ મહત્વનો નિર્ણય કરવા જઈ રહ્યું છે. આ અંગે આગામી 19 નવેમ્બરના રોજ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
અહેવાલ પ્રમાણે લઘુતમ પેન્શન વધારવા અંગે મહત્વનો નિર્ણય લેવા માટે મહત્વની બેઠક યોજાશે. વર્તમાન સમયમાં પેન્શનર્સ માટે પેન્શન ઓછામાં ઓછું રૂપિયા 1000 છે,જે વધીને રૂપિયા 3000 થઈ જશે. જોકે અત્યાર સુધીમાં આ અંગે શ્રમ મંત્રાલય અને નાણાં મંત્રાલય તરફથી કોઈ મોટું અપડેટ સામે આવ્યું નથી.
મહત્વની બેઠક અંગે વાત કરીએ તો EPFOની CBT મીટિંગ 19 નવેમ્બરના રોજ યોજાશે જ્યારે 4 નવેમ્બરના રોજ CBT મેમ્બર્સને લખેલ એક પત્રમાં પ્રાદેશિક PF કમિશનર આ અંગે વિગતો અંગે પૃષ્ટી કરી છે. અલબત આ અંગે હવે નવી દિલ્હીખાતે મહત્વની બેઠક યોજાશે.
એક અહેવાલમાં આ અંગે એવો દાવો કરવામાં આવ્યો છે કે EPFO મિનિમમ મન્થલી EPS પેન્શન રૂપિયા એક બજારથી વધારીને રૂપિયા ત્રણ હજાર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે લેબલ મિનિસ્ટ્રીએ ફાયનાન્સ મિનિસ્ટ્રીએ ચર્ચા વિચારણા બાદ દરખાસ્ત અંગે મહત્વનો નિર્ણય કર્યો છે.
EPS અંતર્ગત યોગ્યતા મેમ્બર્સને તેમના પેન્શનપાત્ર પગાર અને પેન્શનપાત્ર સર્વિસના વર્ષોના આધાર પર માસિક ધોરણે પગાર મળે છે. પેન્શનપાત્ર પગારની મર્યાદા અત્યારે રૂપિયા 25 હજાર છે, જ્યારે સપ્ટેમ્બર 2026માં રૂપિયા 15 હજારથી વધારવામાં આવ્યો હતો. આ ફેરફારને લીધે એમ્પ્લોઈ અને પેન્શનર્સ ગ્રુપની લઘુતમ પેન્શનની માંગ વધારે મજબૂત થઈ છે.
ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે નિવૃત્તિ બાદ જીવન નિરવાહ માટે મોંઘવારીને ધ્યાનમાં રાખી સરકાર પેન્શનપાત્ર રકમ આપે તે ખૂબ જ જરૂરી છે, જેથી નિવૃત્તિ બાદ કર્મચારીઓ તેમની આર્થિક અને સામાજીક જરૂરિયાતોને પૂરી કરી શકે.
