Bank Fixed Deposit:ફિક્સ્ડ ડિપોઝીટ(FD)ને લોકો સુરક્ષિત રોકાણ માનીને પોતાના જીવનની મહત્વની બચત બેંકમાં રાખે છે. જોકે શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમારી બેંક જ મુશ્કેલીમાં પડી જાય છે તો તમારા લાખો રૂપિયાનું શુ હોઈ શકે છે? હકીકતમાં બેંકમાં જમા દરેક રકમ સંપૂર્ણપણે ઈન્શ્યોર્ડ નથી હતી. DICGCના નિયમો અંતર્ગત એક જમાકર્તાને એક બેંકમાં મહત્તમ રૂપિયા 5 લાખ સુધી ડિપોઝીટ ઈન્શ્યોરન્સ મળે છે. તેમાં મૂળ રકમ અને તેની પર મળનાર વ્યાજ બન્ને સામેલ થાય છે.
બેંકમાં 10 લાખની FD છે તો શું થશે?
ધારો કે તમે કોઈ એક બેંકમાં રૂપિયા 10 લાખ FD મુકો છે. બેંક બંધ કરવાની નોબત આવે છે આ સંજોગોમાં તમને રૂપિયા 10 લાખ પૂરા મળશે નહીં. DICGC અંતર્ગત એક બેંકમાં જમાકર્તા માટે મહત્તમ રૂપિયા 5 લાખ સુધી જમા રકમ, મૂળ રકમ અને વ્યાજ સહિત ઈન્શ્યોરન્ડ હોય છે. એટલે કે FDની રકમ રૂપિયા 5 લાખથી વધારે હોય છે, તો એક્સ્ટ્રા રકમ પર જ અહીં ઈન્શ્યોરન્સ સુરક્ષા લાગુ થતા નથી.
એક જ બેંકમાં બહુવિધ FD કરાવવાથી તમારા વીમા કવરમાં વધારો થશે નહીં
જો તમને લાગે કે એક જ બેંકમાં રૂપિયા 10 લાખને 2-3 અલગ FDમાં વિભાજીત કરવાથી તમારા વીમા કવરમાં વધારો થશે તો આ સાચું નથી. ધારો કે તમારી પાસે બેંકમાં બચત ખાતામાં રૂપિયા 4 લાખ, રૂપિયા 5 લાખની FD અને રૂપિયા 3 લાખની બીજી FD છે. આ થાપણો સામાન્ય રીતે વીમા કવર નક્કી કરવા માટે એકસાથે ઉમેરવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે જો કુલ થાપણ રૂપિયા 12 લાખ હોય તો પણ DICGC કવર મહત્તમ રૂપિયા 5 લાખ સુધી જ રહેશે. તેવી જ રીતે એક જ બેંકની વિવિધ શાખામાં FD કરાવવાથી અલગ રૂપિયા 5 લાખનું વીમા કવર મળશે નહીં.
