Digital Gold Rules:ઓનલાઈન પેમેન્ટ અને ફિનટેક એપ્સ મારફતે ફક્ત રૂપિયા 10 અથવા રૂપિયા 100માં ડિજિટલ સોનાની ખરીદી કરનાર કરોડો રોકાણકારો માટે એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. નાણાં મંત્રાલય હવે દેશમાં ઝડપથી વધી રહેલ ડિજિટલ ગોલ્ડ બજારને એક કડક અને ઔપચારિક કાયદાકીય મર્યાદામાં લાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે નાણાં મંત્રાલયે ભારતીય રિઝર્વ બેન્ક, SEBI, અગ્રણી બેંકો અને ઉદ્યોગો સાથે સંકળાયેલ હિતધારકો પાસેથી સૂચનો અને રૂપરેખા મંગાવી છે.
અત્યાર સુધી આ સેક્ટર સંપૂર્ણપણે બિનનિયંત્રિત રહ્યું છે, જ્યાં રોકાણકારોના વિશ્વાસ ફક્ત ફિનટેક કંપનીઓ અને તેમના બુલિયન પાર્ટર્નસના વ્યક્તિગત દાવા પર છે. સરકાર નવી ચર્ચા-વિચારણામાં સૌથી મહત્વની આ દરખાસ્ત છે કે ડિજિટલ સોનાને સિક્યોરિટાઈઝ કોન્ટ્રેક્ટ (રેગ્યુલેશન) એક્ટ, 1956 અંતર્ગત ઔપચારિક તરીકે એક સિક્યોરિટી જાહેરાત કરવામાં આવશે. જો આમ થશે તો ડિજિટલ ગોલ્ડ પર RBI અને SEBI બન્નેના નિયમો લાગુ થશે. જેને લીધે રોકાણકારોના અધિકારો અને કંપનીઓની કામગીરી તરીકે પાયાગત ફેરફાર આવશે.આશરે 3 અબજ ડોલર (આશરે રૂપિયા 25,000 કરોડ)ના આ વિશાળ માર્કેટને નિયંત્રિત કરવા માટે નાણાં મંત્રલય બન્ને મુખ્ય નાણાકીય નિયામકો વ્યાપક ચર્ચા કરી કરી રહ્યા છે.
100% ફિઝીકલ બુલિયન બેકિંગ નિયમ
આ નીતિ પરિવર્તનનું સૌથી મહત્વપૂર્ણ પાસું ફરજિયાત ભૌતિક બેકિંગ નિયમ છે. અત્યાર સુધી ડિજિટલ સોનું વેચતી કંપનીઓ દાવો કરતી હતી કે ખરીદેલા દરેક ડિજિટલ યુનિટ માટે ભૌતિક સોનું તિજોરીઓમાં સંગ્રહિત કરવામાં આવે છે. પ્રસ્તાવિત માળખા સાથે આ દાવો હવે કંપનીઓ અને તેમના કસ્ટોડિયન વચ્ચેનો ખાનગી કરાર રહેશે નહીં, પરંતુ કાનૂની જરૂરિયાત બનશે. કંપનીઓએ સાબિત કરવું પડશે કે ભૌતિક બુલિયન પ્લેટફોર્મ પર લિસ્ટેડ તેમના કુલ ડિજિટલ હોલ્ડિંગ્સના 1:1 ગુણોત્તરમાં નિયુક્ત તિજોરીઓમાં રાખવામાં આવે છે.
