Digital Gold Regulation:સોનાને લગતા નિયમનકારી ફ્રેમવર્ક આગામી વર્ષની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. તેને લઈ ડિજિટલ પ્રિશિયસ મેટલ્સ એશ્યોરન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(DPMACI) દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન નાણાં મંત્રાલય, રિઝર્વ બેંક(RBI) અને ગ્રાહક મંત્રાલય સાથે અનેક તબક્કાની ચર્ચા કરી છે.
નિયમોનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારોની છેતરપિંડી અટકાવવાનો
અત્યારે તો Digital Gold Framework માટે એક નિયમનકાર ફ્રેમવર્ક તૈયાર કરવા પર વાતચીત થઈ રહી છે. જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરી શકાય છે. છેતરપિંડી કરનારી કંપનીઓને લોકો સાથે છેતરપિંડી કરવાની કોઈ તક ન મળે.
એક અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2026માં ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આશરે 10 ટન સોનું એકત્રિત કરવામાં આવ્યુ છે. ભારતના નીતિ-નિર્માતા નિયમ તૈયાર કરતાં પહેલા અનેક દેશોના મોડલનો અભ્યાસ કરી શકે છે.
Digital Gold શું છે
Digital Gold મારફતે લોકો ફિનટેક એપ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર 24 કેરેટ સોનાની ખરીદી ખરીદી કરી શકે છે અને વેચાણ કરી શકે છે. તેમાં 10 અથવા 100 રૂપિયાની ખૂબ જ નાની રકમથ રોકાણની શરૂઆત કરી શકે છે. આ પ્લેટફોર્મ દાવો કરે છે કે ગ્રાહકોને તેના બદલામાં અસલી સોનું એક સુરક્ષિત વૉલ્ટમાં જમા રાખે છે. બાદમાં રોકાણકારો તેને ડિજિટલ રીતે વેચાણ કરી શકે છે અથવા તો અસલી સોનાની ડિલિવરી માંગી શકે છે.
