Financial Planning:આ તે કેવું આર્થિક આયોજન? દર મહિને રૂપિયા 1.8 પગાર છતાં પૈસાની કારમી અછત, ICU બિલ માટે પણ ખિસ્સું ખાલી નિકળ્યું

Financial Planning:પગાર મહિને 1.8 લાખ હતો પણ જ્યારે ICU માટે પૈસાની તાત્કાલિક જરૂર પડી હતી, પણ તે રાત્રે 1.30 વાગે હોસ્પિટલમાં પૈસાની વ્યવસ્થા કરી શકે તેવી સ્થિતિમાં ન હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 26 Aug 2026 07:56 PM (IST)Updated: Wed, 26 Aug 2026 07:56 PM (IST)
bengaluru-tech-employee-rs-18-lakh-salary-per-month-but-icu-bill-payment-crisis

Financial Planning:બેંગ્લુરુમાં ટેક કંપનીમાં કામ કરતાં એક કર્મચારીનો પગાર દર મહિને રૂપિયા 1.8 લાખ હતો અને દર મહિને રૂપિયા 80 હજાર SIP રોકાણ પણ કરતો હતો. પણ એક દિવસ ઓચિંતા જ તેના પિતા બેભાન થઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલમાં પિતાની સારવાર સમયે ICUમાં દાખલ કરવા માટે રૂપિયા 2.5 લાખ જમા કરવા કહેવામાં આવ્યું. ત્યારે આ કર્મચારીને અહેસાસ થયો કે સારો પગાર હોવાનો અર્થ એવો નથી કે જરૂરિયાતના સમયમાં તાત્કાલિક પૈસા મળી જાય છે. આ ટેક પ્રોફેશનલે તેની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર રી છે.

પોસ્ટની શરૂઆતમાં તેણે લખ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી હતી. તે દર મહિને રૂપિયા 80 હજાર SIP રોકાણ કરતો હતો અને બિલકુલ આરામદાયક લાઈફસ્ટાઈલ ધરાવતો હતો. તે દર મહિને રૂપિયા 1.8 લાખ પગાર ધરાવતો હતો. જે સારી ટેક સેલરી હતી. પણ તેને કોઈ જ પરેશાની ન હતી. પણ તે ચોક્કસ સ્થિતિમાં પૈસાનો ઉપયોગ કરી શક્યો નહીં.

 મહિને રૂપિયા 1.8 લાખ પગાર, પણ બચત ફક્ત 32 હજાર

તે વધુમાં કહે છે કે તેના બચત ખાતામાં ફક્ત રૂપિયા 32000 હતા. લેપટોપ ખરીદ્યા બાદ તેના મુખ્ય ક્રેડિટ કાર્ડ પણ લગભગ લિમિટ પૂરી થઈ ગઈ હતી. તેનું રોકાણ તાત્કાલિક રોકડમાં તબદિલ કરવું એટલું સરળ ન હતું. પિતાની તબિયત બગડતા ઈમર્જન્સી મેડિકલ સ્થિતિ આવી ત્યારે આ સમસ્યા વધારે સ્પષ્ટ થઈ ગઈ.

ઓચિંતા પૈસાની જરૂર પડી તો વાસ્તવિકતા સામે આવી

હોસ્પિટલમાં તાત્કાલિક માંગ રૂપિયા 2.5 લાખની હતી. પણ તેની પાસે રૂપિયા 32 હજાર જ હતા. આ દરમિયાન તેને પોતાનો પગાર અને નિયમિત રોકાણ બિલકુલ ઓછા લાગવા લાગ્યા. આ કર્મચારીએ કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં લાગતા તેના પૈસા તાત્કાલિક મળી શક્યા નહીં.TPA પ્રક્રિયામાં વિલંબ અને પૈસા ઉપાડવામાં લાગતા સમયને લીધે તે પૈસા કોઈ કામ ન આવ્યાં. જ્યારે ICU માટે પૈસાની તાત્કાલિક જરૂર પડી હતી, પણ તે રાત્રે 1.30 વાગે હોસ્પિટલમાં પૈસાની વ્યવસ્થા કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. આ સંજોગોમાં નજીકના સંબંધી કે મિત્રોને ફોન કરવો પડ્યો. આટલી સારી કમાણી અને સારી નિયમિત આવક છતાં આ સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના આર્થિક સુરક્ષા માટે રોકાણ સાથે ઈમર્જન્સી ફંડની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવે છે.