8th Pay Commission:8th Pay Commission: 8માં પગાર પંચ અગાઉ આ રાજ્યોએ તેમના સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ, DA સહિત અનેક લાભ જાહેર કર્યાં

દિવાળી અગાઉ અનેક રાજ્યોના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અનેક રાજ્યોના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 11:57 AM (IST)Updated: Sat, 07 Nov 2026 11:57 AM (IST)
ahead-of-the-8th-pay-commission-these-states-have-given-a-diwali-gift-to-their-government-employees
8th Pay Commission 04 October 2026

8th Pay Commission:દિવાળી અગાઉ અનેક રાજ્યોના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અનેક રાજ્યોના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ રાજ્યોમાં હવે કર્ણાટક અને અરુણાચલ પ્રદેશના નામનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા(DA) 3 ટકા વધી મૂળ પગારના 63 ટકા થઈ ગયા બાદ કર્ણાટક અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

મીડિયા અહેવાલ પ્રમાણે કર્ણાટક સરકાર 5 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના તે કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (DR)માં 2.5 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. જે વર્ષ 2024ના નવા પગાર માપદંડ અંતર્ગત પગાર મેળવી રહેલ છે. આ વધારો 15.75 ટકાથી વધારી 18 ટકા થઈ ગયો છે અને 1 જુલાઈ 2026થી લાગુ છે.

અરુણાચલ પ્રદેશમાં DAમાં કરાયો વધારો

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જાહેરાત કરી કે અરુણાચલ પ્રદેશ સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનર્ય માટે DA અને DRમાં 3 ટકા વધારો કર્યો છે. જ્યારે આ વધારો 60 ટકાથી 63 ટકા કરેલ છે.