DA Hike: પટાવાળાથી લઈને શિક્ષક અને અધિકારી સુધી... 3% DA વધારાથી કોનો કેટલો પગાર વધશે? જુઓ સંપૂર્ણ ગણતરી

DA Hike July 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી અગાઉ મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકા વધારો થવાથી તહેવારની સિઝનમાં વધતા ખર્ચ વચ્ચે મોટી રાહત મળવા જઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 10:56 AM (IST)Updated: Thu, 29 Oct 2026 10:56 AM (IST)
da-hike-july-2026-calculate-new-salary-for-peons-teachers-and-officers-after-pay-revision

DA Hike July 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી અગાઉ મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકા વધારો થવાથી તહેવારની સિઝનમાં વધતા ખર્ચ વચ્ચે મોટી રાહત મળવા જઈ રહી છે.DAને 60 ટકાથી વધારી 63 ટકા થવાનો અર્થ એ થાય છે કે દર મહિને તમારા બેંક ખાતામાં આવતી ટેક-હોમ સેલરીનો આંકડો વધી જાય છે.

ખાસ વાત એ છે કે આ નિર્ણય 1લી જુલાઈ 2026થી લાગુ થઈ જશે, એટલે કે પગારમાં આ વધારા સાથે તમને મળતા અગાઉના 4 મહિનાની રકમ એક સાથે (DA Arrears) પણ મળશે.

પટ્ટાવાળાથી લઈ સ્કૂલ ટીચર અને ક્લાસ 1 અધિકારી સુધી વિવિધ પે-લેવલ પર આ નિર્ણય કેટલી સારી આર્થિક અસર કરશે. તમારા રેન્ક પ્રમાણે દર મહિને કેટલો વધારો થશે તથા કેટલું એરિયર મળશે તે અંગે આજે આપણે ગણતરી કરીએ.

વિવિધ પદ વધારાની ગણતરી 

કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા(DA)માં 3 ટકા વધારો કર્યાં બાદ વિવિધ પદો અને પે-લેવલ પ્રમાણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જે કર્મચારીઓ શરૂઆતી બેસિક પગાર રૂપિયા 18000 છે તેમના DA રૂપિયા 10,000થી વધીને રૂપિયા 11,340 થઈ જશે. તેનાથી દર મહિને રૂપિયા 540નો સીધો ફાયદો મળશે. 

શિક્ષકો કે જે Level-6 ધરાવે છે તેમનો રૂપિયા 35,400 બેસી પગાર ધરાવે છે તેમને DA રૂપિયા 21,240 થી વધી રૂપિયા 22,302 થઈ જશે. પગારમાં રૂપિયા 1,062 વધારો થશે અને એરિયર રૂપિયા 4,248 મળશે. 

સિનિયર શિક્ષર-લેક્ચરર માટે રૂપિયા 56,100 બેઝીક પગાર સિનિયર પગાર ટીચર્સને દર મહિને રૂપિયા 1,683 લાભ મળશે અને એરિયર તરીકે રૂપિયા 6,732 મળશે. 

ક્લા-1 ઓફિસર-ગેઝેટેડ ઓફિસર- રૂપિયા 67,700 બેસિક પગાર મેળવનાર અધિકારીઓના પગારમાં દર મહિને રૂપિયા 2,031 વધારો થશે, જ્યારે 4 મહિનાનું એરિયર એક સાથે રૂપિયા 8,124 થશે.