8th Pay Commission News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા આ 5 મોટા અપડેટ્સ

કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી અને તેને અંતિમ રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. કમિશને 10 મહિનાનું કામ પૂર્ણ કરી લીધું છે. ચેન્નાઈ મુલાકાત બાદ કમિશનનું આગામી સમયપત્રક નીચે મુજબ છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 08 Sep 2026 11:44 AM (IST)Updated: Tue, 08 Sep 2026 11:44 AM (IST)
8th-pay-commission-chennai-visit-salary-pension-fitment-factor-schedule-updates
8મા પગાર પંચની ચેન્નાઈ મુલાકાત

8th Pay Commission News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કમિશનની બે દિવસીય ચેન્નાઈ મુલાકાત 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ મુલાકાત દરમિયાન (7-8 સપ્ટેમ્બર) કમિશન કર્મચારી સંગઠનો અને મુખ્ય હિસ્સેદારો સાથે બેઠક યોજીને તેમની માંગણીઓ, ચિંતાઓ અને પગાર સુધારણા અંગેના સૂચનો પર સીધી ચર્ચા કરી રહ્યું છે.

સત્તાવાર રીતે રચના થયાના 10 મહિના પૂર્ણ કર્યા બાદ, કમિશને દેશના વિવિધ રાજ્યોની મુલાકાતનો દોર ઝડપી બનાવ્યો છે. ચેન્નાઈ પહેલા કમિશને દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા પ્રદેશોની મુલાકાત લઈને વિગતવાર ડેટા એકત્રિત કર્યો હતો.

ચેન્નાઈ બેઠકના મુખ્ય મુદ્દાઓ

બે દિવસીય આ બેઠકમાં મુખ્યત્વે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના હિતોને લગતા મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં મૂળભૂત પગાર (Basic Pay) અને પેન્શનની ગણતરી નક્કી કરતા 'ફિટમેન્ટ ફેક્ટર' ગુણક અંગે કર્મચારી મંડળો સાથે વ્યાપક ચર્ચા. તેમજ ચાલુ સેવા આપતા કર્મચારીઓના વેતન માળખા અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટેના પ્રસ્તાવ. મોંઘવારી ભથ્થાં (DA) સહિત અન્ય વિવિધ ભથ્થાંઓ વધારવા માટેના સૂચનો. અને સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે કામ કરવાની સ્થિતિ અને પર્યાવરણ સુધારવા અંગેના મંતવ્યો.

ફિટમેન્ટ ફેક્ટર અંગે વર્તમાન સ્થિતિ

હાલમાં સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15, 2.28 કે 2.57 રહેવા અંગેની અટકળો ચાલી રહી છે. જોકે, કમિશન કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ આંકડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઐતિહાસિક સંદર્ભ પર નજર કરીએ તો, છાઠ્ઠા પગાર પંચમાં 1.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું. અને 7માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર સેટ કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચ દ્વારા કયા ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવે છે અને સરકાર તેને કઈ રીતે સ્વીકારે છે તેના પર સૌની નજર ટકેલી છે.

કમિશનની મુદત અને આગામી સમયપત્રક

કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી અને તેને અંતિમ રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. કમિશને 10 મહિનાનું કામ પૂર્ણ કરી લીધું છે. ચેન્નાઈ મુલાકાત બાદ કમિશનનું આગામી સમયપત્રક નીચે મુજબ છે:

  • 9 સપ્ટેમ્બર, 2026: પુડુચેરી
  • 16-18 સપ્ટેમ્બર, 2026: ચંદીગઢ
  • 7-8 ઓક્ટોબર, 2026: બેંગલુરુ

આ મુલાકાતો પૂર્ણ થયા બાદ કમિશન પોતાનો આખરી અહેવાલ તૈયાર કરશે, જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.