90 ટકાથી વધુ NRIનું વીમા કવર આવકના 10 ગણાથી ઓછું, 66 ટકા ભારતીયો દેશમાં પરત ફરી શકે છે

અભ્યાસ પ્રમાણે 44 ટકા NRI પાસે લાઇફ ઇન્શ્યોરન્સ અને 50 ટકા પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે. પોલિસીધારકોમાંથી 35 ટકા પરિવારની નાણાંકીય સુરક્ષા, 29 ટકા લાંબા ગાળાની બચત અને 26 ટકા આશ્રિતોની આવક જાળવવા માટે વીમો લે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 02:50 PM (IST)Updated: Wed, 25 Nov 2026 02:50 PM (IST)
over-90-per-cent-of-nris-have-insurance-coverage-of-less-than-10-times-their-income-66-per-cent-of-indians-may-return-to-the-country
GIFT-City-Climbs-9-Places-1789748950537.webp

NRI Financial Planning Savings: એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને YouGov દ્વારા ગિફ્ટ સિટી ખાતે તૈયાર કરાયેલા ‘ભરોસા ટૉક્સઃ બિયોન્ડ બોર્ડર્સ’  રિપોર્ટમાં બિન નિવાસી ભારતીયો (NRI) તથા તેમની સાથે સંકળાયેલ વિમા તથા સંલગ્ન સર્વિસિસ અંગે મહત્વની માહિતી સામે આવી છે.આ અહેવાલમાં વિદેશમાં વસતા ભારતીયો (NRI) નાણાંકીય આયોજન અને બચત પ્રત્યે સક્રિય હોવા છતાં વીમા સુરક્ષાની બાબતમાં પાછળ જોવા મળી રહ્યા છે. 23 નવેમ્બર, 2026ના રોજ ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીએના ચેરમેન કે. રાજારમન અને એક્સિસ મેક્સ લાઇફના એમડી-સીઈઓ સુમિત મદનની ઉપસ્થિતિમાં આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

44 ટકા NRI પાસે લાઇફ ઇન્શ્યોરન્સ, 50 ટકા પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ 

અભ્યાસ પ્રમાણે 44 ટકા NRI પાસે લાઇફ ઇન્શ્યોરન્સ અને 50 ટકા પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે. પોલિસીધારકોમાંથી 35 ટકા પરિવારની નાણાંકીય સુરક્ષા, 29 ટકા લાંબા ગાળાની બચત અને 26 ટકા આશ્રિતોની આવક જાળવવા માટે વીમો લે છે. અલબત 90 ટકાથી વધુ NRIનું લાઇફ ઇન્શ્યોરન્સ કવર તેમની વાર્ષિક આવકના 10 ગણા કરતાં ઓછું છે. બીજી બાજુ 50 ટકા NRI ગિફ્ટ સિટી વિશે જાણે છે, પરંતુ માત્ર 18 ટકાને જ ત્યાંથી લાઇફ ઇન્શ્યોરન્સ મળવાની જાણકારી છે અને 10 ટકા જ તેના મારફતે વીમો ખરીદવાનું વિચારે છે. ગિફ્ટ સિટીથી વીમો લેવા અંગે વિચારતા લોકોમાં 37 ટકા વિદેશમાં નિવૃત્તિ સુરક્ષા, 35 ટકા એક જ પ્લેટફોર્મ પર સુવિધા અને 31 ટકા વૈશ્વિક રોકાણ વિકલ્પોને મહત્વ આપે છે.

 72 ટકા NRI ત્રણ મહિને ભારતમાં નાણાં મોકલે છે

વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવા છતાં NRIનો ભારત સાથેનો નાણાંકીય સંબંધ મજબૂત છે. 72 ટકા NRI ઓછામાં ઓછા દર ત્રણ મહિને ભારતમાં નાણાં મોકલે છે, જેમાં દર મહિને નાણાં મોકલનારા એક તૃતીયાંશ કરતાં વધુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 ટકા NRI પોતાની વાર્ષિક આવકના 20 ટકાથી વધુ રકમ ભારતમાં મોકલે છે. ભવિષ્યમાં 66 ટકા NRI ભારત પરત ફરે તેવી શક્યતા છે.

78 ટકા દર ત્રણ મહિને નાણાંકીય યોજનાની સમીક્ષા કરે છે 

54 ટકા NRI પોતાની આવકના 20 ટકાથી વધુ બચત કે રોકાણ કરે છે જ્યારે 72 ટકા પાસે વધારાનો આવક સ્ત્રોત છે. 78 ટકા દર ત્રણ મહિને નાણાંકીય યોજનાની સમીક્ષા કરે છે અને 65 ટકા મોંઘવારી, કરવેરા તથા વળતરને ધ્યાનમાં રાખે છે. નોકરી બજારની ચિંતા 42 ટકા, આર્થિક મંદી અને ખર્ચ 41 ટકા તથા ભૂ-રાજકીય કે વેપાર અનિશ્ચિતતા 39 ટકા માટે ચિંતાજનક છે, પરંતુ લગભગ દર ત્રણમાંથી બે NRI પાસે 4 મહિનાથી વધુ સમય ચાલે તેટલું ઇમરજન્સી ફંડ ઉપલબ્ધ છે.