Online Passport Process: વિદેશ જવા માટે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ અગત્યના ડૉક્યુમેન્ટની મદદથી તમે સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો. પહેલા પાસપોર્ટ મેળવવા માટે સરકારી કચેરીઓના અનેક ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ હવે આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. આજના ડિજિટલ યુગમાં તમે સ્માર્ટફોન અથવા કમ્પ્યુટરની મદદથી સરળતાથી પાસપોર્ટ માટે અરજી કરી શકો છો અને એપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો. જો તમે પણ પાસપોર્ટ મેળવવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
આ લેખમાં અમે આપને ઓનલાઈન અરજીથી લઈને પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ ફૉલો કરીને તમે કોઈપણ મુશ્કેલી વિના ઓછા સમયમાં ઘરે બેઠા પાસપોર્ટ માટે સરળતાથી અરજી કરી શકો છો.
વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવો
પાસપોર્ટ મેળવવા માટે તમારે પહેલા પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ (passportindia.gov.in) પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના માટે તમારું નામ, જન્મ તારીખ, ઇમેઇલ આઈડી વગેરે એડ કરીને યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછ, તમને 'એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ' અથવા 'રી-ઇસ્યુ ઓફ પાસપોર્ટ' નો વિકલ્પ મળશે. જેમાં 'એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ' નો વિકલ્પ પસંદ કરો.
ફોર્મ ઓનલાઈન ભરો
''એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ' ઑપ્શન સિલેક્ટ કર્યાં બાદ તે ફોર્મ આવે તેમાં ઓનલાઈન વિગતો ભરો. આ સાથે જ ઓનલાઈન ચુકવણી દ્વારા નિર્ધારિત ફી ચૂકવો. તમે આ ફી નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવી શકો છો.
એપોઇન્ટમેન્ટ બુક કરો
ફી ચૂકવ્યા બાદ પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પર એપોઇન્ટમેન્ટ બુક કરો. તમારા ઘરની નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પસંદ કરો.
એપોઇન્ટમેન્ટ દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે રાખો
એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે તમને મળેલી તારીખ અને સમયે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જાઓ. અહીં તમે ચકાસણી દરમિયાન જરૂરી બધા દસ્તાવેજો લો અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો.
પોલીસ વેરીફિકેશન
પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા સરનામાં પર પોલીસ વેરીફિકેશન કરવામાં આવશે. પોલીસ ખાતરી કરશે કે, તમારું સરનામું સાચું છે. તેજ સમયે વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો પાસપોર્ટ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે.
આ સરળ પ્રક્રિયાને અનુસરીને, તમે સરળતાથી પાસપોર્ટ માટે અરજી કરી શકો છો અને કોઈની મદદ વગર પાસપોર્ટ બનાવી શકો છો.
