UPI News:નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)એ ડિજિટલ પેમેન્ટનો નાના વ્યાપારીઓમાં વ્યાપ વધારવા માટે એક નવી યોજના રજૂ કરવા અંગે એક પરિપત્ર રજૂ કર્યો છે. UPIની વ્યાપક સક્ષમ યોજના હેઠળ નાના દુકાનદારો સમક્ષ ફિઝીકલ QR કોડ અને સાઉન્ડ બોક્સ લગાવવા પ્રોત્સાહનની રકમ આપવામાં આવશે.
આ ઉપરાંત વ્યાપારીઓ મારફતે UPI વ્યવહારો વધારવા પર બેન્કો અને અન્ય ચુકવણી સંબંધિત સર્વસિસ પૂરી પાડવા પ્રોત્સાહન મળશે. આ સાથે જ 11 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ પરિપત્રમાં આ યોજના અંગે માહિતી આપવામાં આવી છે.
આ સ્કીમ હેઠળ કોઈ નવા વ્યાપારી અહીં ફિઝીકલ QR કોડ લગાવવા પર રૂપિયા 300 અને સાઉન્ડબોક્સ લગાવવા પર રૂપિયા 750 ઈન્સેન્ટીવ આપવામાં આવશે. જોકે, આ માટે વ્યાપારીઓ કોઈ ત્રિમાસિક ગાળાના ઓછામાં ઓછા બે મહિનામાં દરેક મહિને રૂપિયા 25 યોગ્યતા ધરાવતા UPI ટ્રાન્ઝેક્શન કરવાના રહેશે. આ સાથે જ દર મહિને ટ્રાન્ઝેક્શનની કૂલ રકમ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર થવી જોઈએ.
આ યોજના હેઠળ એક એવા નાના વ્યાપારી કે જે ગત નાણાકીય વર્ષમાં વાર્ષિક બિઝનેસ રૂપિયા 40 લાખ સુધી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં UPI ટ્રાન્ઝેક્શન લઘુત્તમ ચાર્જીસ વસૂલાત કરવાની યોજના હતી. જોકે તે દિવાળી અગાઉ તેને લગતી ડેડલાઈનને લંબાવવામાં આવી હતી.
NPCIએ આ સ્કીમને લગતા ફંડનો 50 ટકા હિસ્સો નાના વ્યાપારીઓને UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે લેવામાં આવેલ છે. આ અંતર્ગત યોગ્યતા ધરાવતા ટ્રાન્ઝેક્શનની કૂલ રકમ પર 0.03 ટકા ઈન્સેન્ટીવ આપવામાં આવશે. આ માટે બેન્ક દરેક ત્રિમાસિક ગાળા દરમિયાન યોગ્યતા ધરાવતા વ્યવહારોની સંખ્યામાં ઓછામાં ઓછા 5 ટકા વધારો કરવાનો રહેશે.NPCIની આ યોજના UPI પર MDR ને લઈ લાગુ તારીખથી ત્રણ વર્ષ ચાલશે. જોકે સર્ક્યુલરમાં MDR લાગુ થવાની તારીખ અથવા તેના દરોની માહિતી આપવામાં આવી નથી.
