નોટબંધીના 10 વર્ષ બાદ પણ અર્થતંત્રમાં રોકડનો દબદબો યથાવત, વિક્રમજનક સ્તરે પહોંચ્યું ચલણી નોટનું મૂલ્ય

ચલણમાં રહેલી રોકડ 8 નવેમ્બર 2016ના રોજ રૂપિયા 17.77 લાખ કહોડ હતી, જે 23 ઓક્ટોબર 2026ના રોજ રૂપિયા 43.16 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમાં આશરે 143 ટકાનો વધારો થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 07:35 AM (IST)Updated: Wed, 11 Nov 2026 07:57 AM (IST)
even-10-years-after-demonetisation-cash-remains-dominant-with-record-amount-of-currency-in-circulation

Demonetisation And Currency: ખિસ્સામાં સ્માર્ટફોન, દુકાન પર QR કોડ લગાવેલ છે અને ચાની દુકાનથી લઈ શોરૂમ સુધી UPIથી ચુકવણી થઈ રહી છે. એવું લાગે છે કે ભારત કેશલેસ વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. જોકે આંકડા કંઈક અલગ વાત કરી રહ્યા છે.

UPIએ ચુકવણીની પદ્ધતિ તો બદલી નાંખી છે, પણ ભારતીયોનો રોકડ પ્રત્યેને સ્નેહ હજુ પણ યથાવત છે. નોંધબંધીના 10 વર્ષ બાદ પણ કેશ એટલે કે રોકડની માંગ સતત વધી રહી છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે લોકો હજુ પણ રોકડનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. RBIએ અહેવાલમાં સર્વેક્ષણના પરિણામોમાં વિગતવાર માહિતી તો નથી પણ અનુમાન પ્રમાણે રોકડની માંગ આજે પણ યથાવત છે.

ચલણમાં રહેલી રોકડ 8 નવેમ્બર 2016ના રોજ રૂપિયા 17.77 લાખ કહોડ હતી, જે 23 ઓક્ટોબર 2026ના રોજ રૂપિયા 43.16 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમાં આશરે 143 ટકાનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર 2016ના રોજ થઈ હતી.

RBIના મે 2026માં જાહેર વાર્ષિક અહેવાલ પ્રમાણે માર્ચ, 2026ના અંત ભાગ સુધીમાં ચલણ વ્યવસ્થામાં રહેલ બેન્ક નોટોનું કૂલ મૂલ્ય આશરે રૂપિયા 41.24 લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ 2025-2026માં ચલણ વ્યવસ્થામાં રહેલ બેન્ક નોટોના કૂલ મૂલ્યમાં 11.9 ટકા અને સંખ્યામાં 10.50 ટકા વધારો થયો હતો. અહેવાલ પ્રમાણે 23 ઓક્ટોબર 2026ના રોજ ચલણ વ્યવસ્થામાં કરન્સી રૂપિયા 43.16 લાખ કરોડ હતી.

નાણાકીય વર્ષ 2025-2026માં ચલણમાં રહેલ વર્તમાન બેન્ક નોટોના મૂલ્યમાં 11.9 ટકા અને સંખ્યામાં 10.5 ટકા વધારો થયો હતો. આ ચલણ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરવામાં આવ્યો છે. એક અહેવાલના આંકડા પ્રમાણે 23 ઓક્ટોબર 2026ના રોજ ચલણમાં વર્તમાન મુદ્રા રૂપિયા 43.16 લાખ કરોડ હતો.

RBIના અંદાજ પ્રમાણે 31 માર્ચ 2026 સુધીમાં કૂલ નોટના મૂલ્યમાં રૂપિયા 500ની ચલણી નોટની હિસ્સેદારી 85.5 ટકા હતી. જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ હિસ્સેદારી 41.2 ટકા હતીય જ્યારે 10ની નોટો 16.1 ટકા અને રૂપિયા 100 ચલણી નોટો 15.7 ટકા હતી. રૂપિયા 2000ની નોટો સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે.