UPIનો નવો રેકોર્ડ! ઓક્ટોબરમાં દરરોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો, ડિજિટલ પેમેન્ટમાં મોટો ઉછાળો

દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો છે. ગયા મહિને ઓક્ટોબરમાં UPI મારફતે દરરોજ થતા ટ્રાન્ઝેક્શનની સરેરાશ વેલ્યુ પ્રથમ વખત રૂપિયા એક લાખ કરોડને પાર થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 01:30 PM (IST)Updated: Mon, 02 Nov 2026 01:33 PM (IST)
upi-transaction-record-over-rs-1-lakh-crore-transacted-every-day-in-october

UPI Transaction Record:દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો છે. ગયા મહિને ઓક્ટોબરમાં UPI મારફતે દરરોજ થતા ટ્રાન્ઝેક્શનની સરેરાશ વેલ્યુ પ્રથમ વખત રૂપિયા એક લાખ કરોડને પાર થઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)ની આંકડાકીય માહિતી પ્રમાણે ઓક્ટોબરમાં UPI મારફતે કૂલ રૂપિયા 31.53 લાખ કરોડના વ્યવહાર થયા છે.

તે કોઈ એક મહિનામાં થયેલા અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ અગાઉ સપ્ટેમ્બર 2026માં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ આશરે રૂપિયા 98,000 કરોડ હતું. સમગ્ર મહિનાના કૂલ વ્યવહાર અગાઉના રેકોર્ડ મે 2026માં થયો હતો, તે સમયે UPI મારફતે રૂપિયા 29.90 લાખ કરોડના વ્યવહાર થયા હતા. આ વખતે પ્રથમ વખત માસિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂપિયા 30 લાખ કરોડ પાર થઈ ગયા છે. 

ઓક્ટોબરમાં 2547 કરોડ ટ્રાન્ઝેક્શન

ગયા મહિને ઓક્ટોબરમાં UPI પાછળ કૂલ 2547 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે દરરોજ સરેરાશ આશરે 82.1 કરોડ વ્યવહાર છે.તેની અગાઉ દરરોજ સરેરાશ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ સપ્ટેમ્બરમાં થયો હતો કે જ્યારે તે 80.2 કરોડ પર હતા. તે માસિક ટ્રાન્ઝેક્શનનો અગાઉના હાઈ લેવલ ઓગસ્ટ 2026માં આશરે રૂપિયા 2450 હતો. આ તહેવારની સિઝનમાં ખરીદી અને ગ્રાહક ખર્ચ વધરવાથી સપોર્ટ મળ્યો છે.

ઓક્ટોબરમાં 31 દિવસ હોવાની પણ અસર છે. સામાન્ય રીતે 31 દિવસના મહિનામાં કૂલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારે રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં UPIને NPCI સંભાળે છે અને દેશની કૂલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં આશરે 89 ટકા હિસ્સેદારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે UPIના આ રેકોર્ડ વ્યવહાર એવા સમયે આવ્યો છે કે જ્યારે ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં મર્ચનટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. NPCIએ અગાઉના મહિને MDR ચાર્જીસ લાગુ કરવાના નિર્ણયને દિવાળી બાદના સમય સુધી મોકૂફ રાખ્યો હતો. આ અગાઉ સપ્ટેમ્બરમાં NPCIએ રૂપિયા 2000 થી વધારે રકમના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એટલે કે 40 બેસિસ પોઇન્ટ MDR નક્કી કર્યો હતો. આ દરથી રૂપિયા 10 હજારની ચુકવણી પર વ્યાપારીને રૂપિયા 40 ચાર્જીસ આપવાનો હતો.