UPI MDR on Select Merchant Transactions: UPI પેમેન્ટ્સનો ઉપયોગ કરતા વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. NPCI દ્વારા મળતી માહિતી અનુસાર, UPI ટ્રાન્ઝેક્શન પર લાગતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગૂ કરવાની તારીખ 15 ઓક્ટોબરથી વધારીને સીધી દિવાળી પછી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ (Merchant transaction charges) પર સંભવિત ચાર્જ લાગવાથી ચિંતિત નાના-મોટા વેપારીઓને રાહત મળી છે.
અમલીકરણની ચોક્કસ તારીખ અલગથી જાહેર થશે
13 ઓક્ટોબર, મંગળવારના રોજ NPCI દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, દિવાળી સુધી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતી ચોક્કસ ચૂકવણીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે નહીં. UPI અને સેવાઓ સ્ટીયરિંગ કમિટીએ નિર્ણય લીધો કે દિવાળી પછી તરત જ ચોક્કસ વ્યક્તિ-થી-વેપારી (P2M) વ્યવહારો પર આ ફી લાગુ કરવામાં આવશે. જોકે, અમલીકરણની ચોક્કસ તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.
અટકળો પર વિરામ, ફિનટેક કંપનીના શેરોને આંચકો
છેલ્લા કેટલાક સમયથી બજારમાં સતત એ વાતની અટકળો લગાવાઈ રહી હતી કે MDR લાગુ કરવાની તારીખ આગળ વધારાઈ શકે છે. હવે સરકારે આ પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. ડેડલાઈન વધવાનો સીધો અર્થ એ છે કે આવતા વર્ષ સુધી વેપારીઓને UPI ટ્રાન્ઝેક્શન પર MDR તરીકે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં, જેનાથી ન માત્ર તેમનો નફો બચશે, પરંતુ દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને પણ વધુ વેગ મળશે. જોકે, UPI થી વધારાની કમાણીની આશા રાખીને બેઠેલી ફિનટેક કંપનીઓના શેરોને આંચકો લાગ્યો છે.
શું છે MDR અને શા માટે લંબાવાઈ ડેડલાઈન?
હાલમાં જ સરકારે UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની પરવાનગી આપી હતી. આ નિયમ હેઠળ ₹2,000 થી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર 0.4% ચાર્જ (MDR) નક્કી કરવામાં આવ્યો હતો. આ ચાર્જ વેપારીઓ પાસેથી લેવાની વાત કહેવામાં આવી હતી, જેનાથી પેમેન્ટ ગેટવે અને Paytm/MobiKwik જેવી કંપનીઓને આવકમાં મોટો ફાયદો થવાની આશા હતી. ગયા મહિને જ્યારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી, ત્યારે આ ફિનટેક કંપનીઓના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્ચન્ટ્સ અને વેપારીઓ તરફથી આ વ્યવસ્થા લાગુ કરવા માટે વધુ થોડા સમયની માંગ કરવામાં આવી હતી. આ કારણ છે કે સરકાર અને સંબંધિત એજન્સીએ તેને 15 ઓક્ટોબરના બદલે તહેવારોના સમયથી લાગુ કરવા પર મંજૂરીની મહોર લગાવી છે, જેથી તહેવારોની મોસમમાં વેપારીઓને આનો મોટો ફાયદો થઈ શકે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ને જો સરળ ભાષામાં સમજીએ તો ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ દુકાનદાર પાસેથી લેવામાં આવતી ફી ને MDR કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ચાર્જને ગ્રાહક પાસેથી દરેક UPI પેમેન્ટ પર લેવાતો ચાર્જ ન સમજવો જોઈએ. આ ફી વેપારી દ્વારા UPI થી ચૂકવણી સ્વીકારવા બદલ બેંક અથવા પેમેન્ટ એપને ચૂકવવી પડે છે.
