New Rules Driving License: તમારા ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમોમાં થયા મોટા ફેરફાર, હવે RTO જવાની જરૂર નથી, જાણો આ માહિતી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 28 Apr 2024 08:40 PM (IST)Updated: Mon, 29 Apr 2024 08:34 AM (IST)
new-rules-driving-license-from-1-june-notification-released

New Rules Driving License:સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે નિયમોમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર કર્યાં છે. હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન ઓફિસ એટલે કે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેને બદલે પ્રાઈવેટ સંસ્થા હવે ટેસ્ટ કરવા તથા પ્રમાણ પત્ર આપવા માટે અધિકૃત છે. આ નિયમ 1લી જૂન 2024થી લાગૂ થશે. તેનું નોટિફિકેશન ઈશ્યુ કરવામાં આવ્યું છે.

પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે નવા નિયમ

પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. 4 વ્હિલર મોટર માટે ડ્રાઈવિંગ સેન્ટર ખાતે એડિશનલ 2 એકર જમીનની આવશ્યકતા રહેશે.

પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેઈનિંગ સેન્ટર પાસે ઉપયુક્ત ટેસ્ટીંગ સુવિધા સુધી પહોંચ હોવી જોઈએ. ટ્રેનર્સ ઓછામાં ઓછા હાઈસ્કૂલ ડિપ્લોમાં હોવા જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછા 5 વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જોઈએ. ટ્રેનર્સે બાયોમેટ્રીક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમના ફંડામેન્ટલ્સ અંગે માહિતી હોવી જોઈએ.

ટ્રેઈનિંગની અવધિ
હલકા વાહનોની ટ્રેઈનિંગ 4 સપ્તાહ સુધી (ઓછામાં ઓછા 29 કલાક) પૂરી કરવી જોઈએ. ટ્રેનિંગને ઓછામાં ઓછા બે સેક્શનમાં વિભાજીત હશે- થિયોરી અને પ્રેક્ટિકલ. તે પૈકી થિયોરીકલ સેક્શન 8 કલાક હોવા જોઈએ અને પ્રેક્ટિકલ 21 કલાક.

ભારે મોટર વાહનો માટે 38 કલાકની તાલીમ હશે, જેમાંથી 8 કલાકની થિયોરી શિક્ષણ અને 31 કલાકની પ્રેક્ટિકલ તૈયારીનો સમાવેશ થશે. આ ટ્રેનિંગ 6 સપ્તાહમાં પૂરી થશે. આ નિયમોનો ઉદ્દેશ આ સુનિશ્ચિત કરે છે કે પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર હલકા અને ભારે વાહનો બન્ને ડ્રાઈવર્સ માટે હાઈ સ્ટાન્ડર્સ જાળવી રાખે.

ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કેટલી ફી થશે
અલગ-અલગ પ્રકારના ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ફી આ પ્રકારે રહેશે.

  • લર્નર લાઈસન્સઃ રૂપિયા 200
  • લર્નર લાઈસન્સ રિન્યુઅલઃ રૂપિયા 200
  • આંતરરાષ્ટ્રીય લાઈસન્સઃ રૂપિયા 1000
  • સ્થાયી લાઈસન્સઃ રૂપિયા 200