New GST Rates: દૂધ, ઘી અને આઈસ્ક્રીમથી ચોકલેટ સુધી, સસ્તા મળી રહ્યા છે 700 ડેરી પ્રોડક્ટ, અમૂલ અને મધર ડેરીની કિંમતોની નવી યાદી જુઓ

આ મુજબ અમૂલ ઇન્ડિયા (Amul Price List New) અને મધર ડેરીએ નવા દરો અનુસાર તેમના ડેરી ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે. અમૂલએ 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 24 Sep 2025 03:19 PM (IST)Updated: Wed, 24 Sep 2025 03:19 PM (IST)
new-gst-rates-amul-mother-dairy-slash-prices-full-list-comparison

Mother Dairy, Amul Milk Prices: ડેરી પ્રોડક્ટ્સ પર નવા GST દરો અમલમાં આવી ગયા છે. નવા કર દરો(New GST Rates on Dairy Products) હેઠળ ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) પરના ટેક્સ રેટ 12% થી ઘટીને 5% થઈ ગયા છે, જ્યારે કેટલાક પ્રોડક્ટ્સ પર તે શૂન્ય થઈ ગયા છે.

આ મુજબ અમૂલ ઇન્ડિયા (Amul Price List New) અને મધર ડેરીએ નવા દરો અનુસાર તેમના ડેરી ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે. અમૂલએ 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે, અને મધર ડેરીએ પણ તેના ઘણા ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે. આ વસ્તુઓમાં માખણ, ઘી, ચીઝ, ચોકલેટ, બેકરી વસ્તુઓ અને ફ્રોઝન નાસ્તાનો સમાવેશ થાય છે.

અમૂલ પ્રોડક્ટ્સના નવા ભાવ
-અમૂલ બટર (100 ગ્રામ)ની કિંમત 62 રૂપિયાથી ઘટાડીને રૂપિયા 58 કરવામાં આવી છે, જ્યારે 500 ગ્રામના પેકની કિંમત હવે 305 રૂપિયાને બદલે રૂપિયા 285 કરવામાં આવી છે.

1 લિટર ઘીના કાર્ટનની કિંમત રૂપિયા 40 ઘટાડીને રૂપિયા 610 કરવામાં આવી છે, અને 5 લિટર ઘીના ટીન રૂપિયા 200 ઘટાડીને રૂપિયા 3,075 કરવામાં આવ્યા છે.

ફ્રોઝન પનીર (200 ગ્રામ)ની કિંમત રૂપિયા 99થી ઘટાડીને 95 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે પ્રોસેસ્ડ ચીઝ (1 કિલો બ્લોક) ની કિંમત રૂપિયા 30 ઘટાડીને રૂપિયા 545 કરવામાં આવી છે.
ચીઝ ક્યુબ્સ (200 ગ્રામ) અને ડાઈસ્ડ ચીઝ બ્લેંડ (200 ગ્રામ) જેવા નાના પેકેટ અનુક્રમે રૂપિયા 9 અને રૂપિયા 14 સસ્તા થયા છે.

અમૂલની આઈસ્ક્રીમ શ્રેણીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેનીલા મેજિક (1 લિટર) ટબ રૂપિયા 195થી ઘટીને રૂપિયા 180માં ઉપલબ્ધ છે (રૂપિયા 15ની બચત), જ્યારે લોકપ્રિય કુલ્ફી પંજાબી (60 મિલી) હવે રૂપિયા 25ને બદલે રૂપિયા 20માં ઉપલબ્ધ છે.

ડ્યુએટ્ઝ ગોલ્ડ મેંગો (60 મિલી) જેવા પ્રીમિયમ ફ્લેવરની કિંમત હવે રૂપિયા 20થી ઘટાડીને રૂપિયા 18 રૂપિયા કરવામાં આવી છે. સ્ટ્રોબેરી કપ 55 મિલીની કિંમત 10 રૂપિયાથી ઘટાડીને રૂપિયા 9 કરવામાં આવી છે.

અમૂલ ડાર્ક ચોકલેટ (150 ગ્રામ)ની કિંમત રૂપિયા 200થી ઘટાડીને રૂપિયા 180 કરવામાં આવી છે અને ચોકોમિનિસ 250 ગ્રામ ટબની કિંમત રૂપિયા 140 થી ઘટાડીને રૂપિયા 130 કરવામાં આવી છે. અમૂલ બટર કૂકીઝ (200 ગ્રામ) જેવી બેકરી પ્રોડક્ટ્સ રૂપિયા ૧૦થી ઘટાડીને રૂપિયા 75 કરવામાં આવી છે.

અમૂલ મીઠાઈ મેટ (400 ગ્રામ ટીન)ની કિંમત રૂપિયા 130થી ઘટાડીને રૂપિયા 122 કરવામાં આવી છે. ફ્રોઝન નાસ્તામાં અમૂલ ફ્રેન્ચ ફ્રાઈસ (1.25 કિલો)ની કિંમત રૂપિયા 215થી ઘટાડીને રૂપિયા 200 કરવામાં આવી છે.

મધર ડેરી ઉત્પાદનોની યાદી
મધર ડેરીએ દૂધ અને ઘી સહિત તેના વિવિધ ઉત્પાદનોના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. અહીં યાદી છે:

પ્રોડક્ટ વજન જૂની MRP નવી MRP
UHT મિલ્ક (ટોન્ડ; ટ્રેટા પેક) 1 litre 77 75
UHT મિલ્ક (ડબલ ટોન્ડ; પાઉચ 450 ml 33 32
મિલ્કશેડ 180 ml 30 28
પનીર 200 gm 95 92
પનીર 400 gm 180 174
મલાઈ પનીર 200 gm 100 97
બટર 500 gm 305 285
બટર 100 gm 62 58
ચીઝ ક્યૂબ 180 gm 145 135
ચીઝ ક્યૂબ 200 gm 170 160
ચીઝ સ્લાઈસ 480 gm 405 380
ચીઝ સ્લાઈસ 780 gm 480 450
ચીઝ બ્લોક્સ 200 gm 150 140
ઘી કાર્ટન પેક 1 litre 675 645
ઘી કાર્ટન પેક 500 ml 345 330
ઘી ટીન 1 litre 750 720
ઘી પાઉચ 1 litre 675 645
ગાય ઘી પાઉચ 1 litre 685 655
ગાય ઘી પાઉચ 500 ml 350 335
ગાય ઘી જાર 1 litre 750 720
ગાય ઘી જાર 500 ml 380 365
ગાય ઘી જાર 200 ml 190