Amul: અમુલે તેના 700 ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો; UHT દૂધ, ઘી, માખણ, આઈસ્ક્રીમની કિંમત ઘટી, જુઓ નવા પેકની કિંમતો

Amul News:નવી કિંમતો 22મી સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો અને ફ્રોઝન નાસ્તા જેવી અનેક શ્રેણીઓમાં ભાવ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Sep 2025 08:09 PM (IST)Updated: Sat, 20 Sep 2025 08:21 PM (IST)
amul-reduces-prices-on-ghee-butter-icecream-with-700-product-after-gst-rate-cut-know-new-rate-full-list

Amul Product Price Drop: ભારતની પ્રખ્યાત ડેરી કંપની, અમુલે શનિવારે મોટી રાહતની જાહેરાત કરી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમુલ બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે 700 થી વધુ પ્રોડક્ટ પેક પર ભાવ ઘટાડાની જાહેરાત કરી.

GST દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ બટર 100 ગ્રામ પેકમાં રૂપિયા 62થી રૂપિયા 4 ઘટી રૂપિયા 58, UHT દૂધ એક લીટર રૂપિયા 77થી રૂપિયા 2 ઘટી રૂપિયા 75, અમુલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એક લીટર રૂપિયા 83થી રૂપિયા 3 ઘટી રૂપિયા 80 થયા છે.

naidunia_image

ગુજરાતની અગ્રણી ડેરી અમૂલ (Amul)એ શનિવારે એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) કે જે અમૂલ બ્રાન્ડ અંતર્ગત પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે તેણે પોતાના 700થી વધારે પ્રોડક્ટ પેકની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય GST Rate Cut બાદ ગ્રાહકોને તેનો લાભ આપવા માટે કરવામાં આવ્યો છે.

નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે
GCMMFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નવી કિંમતો 22મી સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો અને ફ્રોઝન નાસ્તા જેવી અનેક શ્રેણીઓમાં ભાવ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

ઉત્પાદનો જૂની કિંમત (રૂપિયામાં) નવી કિંમત (રૂપિયામાં) ઘટાડો (રૂપિયામાં)
ઘી (1 લીટર) ₹650 ₹610 ₹40
માખણ (100 ગ્રામ) ₹62 ₹58 ₹4
પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિગો) ₹575 ₹545 ₹30
ફ્રોઝન પનીર (200 ગ્રામ) ₹99 ₹95 ₹4

મુખ્ય ઉત્પાદનો માટે નવા ભાવ

  • ઘીના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 40નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તે પ્રતિ લિટર રૂપિયા 610 માં ઉપલબ્ધ થશે.
  • માખણ (100 ગ્રામ) હવે રૂપિયા 58 થશે, જે પહેલા રૂપિયા 62 હતું.
  • પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો)ની કિંમત રૂપિયા 30 ઘટાડવામાં આવી છે. તે હવે રૂપિયા 545 માં ઉપલબ્ધ થશે.
  • ફ્રોઝન પનીર (200 ગ્રામ)ની કિંમત રૂપિયા 99 થી ઘટાડીને રૂપિયા 95 કરવામાં આવી છે.

કયા ઉત્પાદનો પર અસર થશે?
આ ઘટાડો ઘી, માખણ, દૂધ (UHT), આઈસ્ક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, બેકરી વસ્તુઓ, ફ્રોઝન નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ અને માલ્ટ આધારિત પીણાં જેવી શ્રેણીઓ પર લાગુ થશે.

વપરાશમાં વધારો થવાની અપેક્ષા
અમૂલ માને છે કે આ ભાવ ઘટાડાથી વપરાશ વધશે ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણ જેવા ઉત્પાદનોનો કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ ઓછો છે. તેનાથી કંપનીના વેચાણ અને ટર્નઓવર બંનેમાં વધારો થઈ શકે છે.

ખેડૂતોને પણ ફાયદો થશે
36 લાખ ખેડૂતોની સહકારી સંસ્થા GCMMF કહે છે કે આ પગલાથી ગ્રાહકોને રાહત તો મળશે જ પરંતુ ખેડૂતોની આવક અને કંપનીના વિકાસ બંનેને પણ ફાયદો થશે.

મધર ડેરીએ પણ રાહત આપી હતી
અગાઉ, મધર ડેરીએ પણ 22 સપ્ટેમ્બરથી તેના કેટલાક ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી.