New GST Rates: 40% GST સાથે એક્સાઇઝ ડ્યૂટી લાગુ થતા સિગારેટના પેકેટ રૂપિયા 55 સુધી મોંઘા થયા

ફેબ્રુઆરી 2026થી સિગારેટ અને અન્ય તમાકુના ઉત્પાદનો પર 40% ઉપરાંત વધારાના એક્સાઈઝ ડ્યુટી તથા સેસ પણ લાગુ થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Feb 2026 05:36 PM (IST)Updated: Mon, 02 Feb 2026 05:36 PM (IST)
cigarette-packets-become-costlier-by-up-to-rs-55-with-the-implementation-of-excise-duty-along-with-40-per-cent-gst

New GST Rates, Excise Duty: સરકારે નવી એક્સાઈઝ ડ્યુટી(Excise Duty)નું માળખુ લાગુ થતાની સાથે સિગારેટની કિંમતોમાં ભારે ઉછાળો(Cigarette Price Hike) જોવા મળ્યો છે. હવે જે સિગારેટના પેકેટ રૂપિયા 10માં ઉપલબ્ધ હતા તે હવે ઓછામાં ઓછા રૂપિયા 22થી 25 જેટલા મોંઘા થઈ ગયા છે. આશરે સાત વર્ષ બાદ તમાકું ઉત્પાદનો પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ ભારતની ટેક્સ સંબંધિત નીતિને વૈશ્વિક જાહેર સ્વાસ્થ માપદંડોને અનુરૂપ કરવાનો છે.

સંસદમાં ગત ડિસેમ્બર મહિનામાં મંજૂરી મેળવનાર આ નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત GST લાગૂ થયા બાદથી જે GST કમ્પનસેશન સેસ વ્યવસ્થા અમલી હતી તેને ખતમ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026થી સિગારેટ અને અન્ય તમાકુના ઉત્પાદનો પર 40% ઉપરાંત વધારાના એક્સાઈઝ ડ્યુટી તથા સેસ પણ લાગુ થયા છે.

સિગારેટની લંબાઈ અને કેટેગરી પ્રમાણે કિંમતોમાં તફાવત જોવા મળશે.ડિસ્ટ્રીબ્યુટર્સની માહિતી પ્રમાણે 76 મીમી લંબાઈ ધરાવતી પ્રીમિયમ સિગારેટનું પેકેટ રૂપિયા 50થી 55 સુધી મોંઘ થઈ ગયું છે. જોકે કંપનીઓએ હજુ સુધી સત્તાવાર રીતે નવા MRP જાહેર કર્યાં નથી. પણ નવા ટેક્સ દરોના આધારે રિટેલર્સે બિલિંગ શરૂ કરી દીધા છે.

સ્લિમ સિગારેટ પણ મોંઘવારીની ઝપટમાં આવી છે. 97 મિમી ક્લાસિક કનેક્ટ (Classic Connect)નું 20 સિગારેટ ધરાવતું પેકેટ કે જેની કિંમત રૂપિયા 300 હતી તે હવે આશરે રૂપિયા 350 થવાની શક્યતા છે. ઓલ ઈન્ડિયા સિગારેટ એન્ડ ટોબેકો ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશનની માહિતી પ્રમાણે દેશભરમાં 8થી 9 હજાર સ્ટોકિસ્ટ આ કારોબાર સાથે સંકળાયેલ છે અને નવા ટેક્સ વ્યવસ્થાથી નાના દુકાનદારોની આજીવિકાને અસર થઈ શકે છે.