વિદેશથી કમાણી કરતા યુટ્યુબર-ફ્રીલાન્સરો નોંધી લો! હવે ઈન્વોઈસથી e-BRC સુધીનો હિસાબ રાખવો પડશે

નવા એક્સપોર્ટ નિયમ અનુસાર વિદેશી કમાણીની વિગતો અને હિસાબ 30 દિવસમાં બેન્કને સોંપવો ફરજિયાત છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Oct 2026 08:05 AM (IST)Updated: Mon, 05 Oct 2026 08:05 AM (IST)
new-export-rules-for-foreign-payments-youtubers-freelancers-software-exporters
AI Generated Image

Foreign Payment Export Rules: વિદેશી ગ્રાહકો પાસેથી કમાણી કરતા યુટ્યુબર, ફ્રીલાન્સર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, સોફ્ટવેર ડેવલપર, ડિજિટલ માર્કેટિંગ એજન્સી તથા અન્ય સર્વિસ પ્રોવાઈડરોએ હવે તેમનીકમાણીનો સંપૂર્ણ હિસાબ રાખવો પડશે. 1 ઓક્ટોબરથી લાગુ થયેલ નવા નિયમો હેઠળ વિદેશમાં અપાતી સર્વિસ સામેનું ઈન્વોઈસ, પેમેન્ટ અને નિકાસની વિગતો બેંક મારફતે EDPMS માંનોંધાવી પડશે. આ સાથે સર્વિસ એક્સપોર્ટરે વિદેશી ગ્રાહકને યોગ્ય ઈન્વોઇસ આપવું પડશે અને 30 દિવસની અંદર સંબંધિત વિગતો બેંકને સોંપવાની રહેશે.

બેંક RBI ને રિપોર્ટ કરશે, સંપૂર્ણ રેકોર્ડ રાખવો ફરજિયાત

બેંક આ તમામ વિગતો RBI સિસ્ટમમાં રિપોર્ટ કરશે. પેમેન્ટ મળ્યા બાદ નિકાસની એન્ટ્રી પૂર્ણ કરવા માટે ડીજીએફટી (DGFT) પોર્ટલ પરથી e-BRC મેળવવાની રહેશે. આ નવા નિયમો હેઠળ સર્વિસ એક્સપોર્ટરે માત્ર બેંકમાં રકમ જમા થઈ હોવાનો રેકોર્ડ રાખવાને બદલે નીચે મુજબનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો પડશે:

  • ઈન્વોઈસ નંબર અને તારીખ
  • સર્વિસની વિગતો
  • વિદેશી ગ્રાહક અંગેની વિગતો
  • ઈન્વોઈસની રકમ અને મળેલી રકમ
  • e-BRC સહિતનો સંપૂર્ણ રેકોર્ડ

એકાઉન્ટિંગ અને પેપરવર્કનું મહત્ત્વ: નિષ્ણાતોનું શું કહેવું?

અત્યાર સુધી વિદેશી ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ મળ્યા બાદ બેન્કનો રેકોર્ડ પૂરતો મનાતો હતો. પરંતુ હવે ઈન્વોઈસથી લઈને પેમેન્ટ અને e-BRC સુધીનો સંપૂર્ણ ટ્રેક રાખવો પડશે. આ અંગે સોફ્ટવેર સર્વિસ એક્સપોર્ટર મેહુલ ખેર જણાવે છે કે, એકાઉન્ટિંગ અને પેપરવર્કનું મહત્ત્વ હવે વધી શકે છે તથા નાના ફ્રીલાન્સરો માટે એકાઉન્ટિંગ અને દસ્તાવેજીકરણનું મહત્વ વધશે.

બીજી તરફ, યુટ્યુબ, ડિજિટલ માર્કેટિંગ કે ઓનલાઈન કન્સલ્ટિંગથી વિદેશી આવક મેળવતા લોકો માટે હવે દરેક પેમેન્ટનો યોગ્ય નિકાસ રેકોર્ડ રાખવો જરૂરી બનશે. આ વિષય પર ડિજિટલ સર્વિસ એક્સપોર્ટર કૃતીક વિરાણી જણાવે છે કે, ઓનલાઈન કન્સલ્ટિંગ અને કમાણી પર નજર રહેશે તથા સમયસર ઈન્વોઈસ બનાવવું અને બેંકની પ્રક્રિયા પૂર્ણ કરવી સૌથી મહત્વની રહેશે.