Work Culture: ઈન્ફોસિસના સ્થાપક (Infosys founder) નારાયણ મૂર્તિ (Narayana Murthy)એ જણાવ્યું હતું કે ભારતના વર્ક કલ્ચર એટલે કે કામ કરવાની શૈલી (work culture)માં ફેરફાર કરવાની જરૂર છે, અને દેશ વૈશ્વિકસ્તરે સ્પર્ધાત્મક બની શકે તે માટે યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવાની તૈયારી દાખવવી જોઈએ. અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે કહ્યું હતું કે ભારતે દેશમાં ઉત્પાદકતામાં સુધારો કરવાની જરૂર છે.
આ સાથે તેમણે બીજા વિશ્વ યુદ્ધને ટાંકી કહ્યું કે જાપાન અને જર્મનીના લોકો વધુને વધુ કામ કર્યું. એવી જ રીતે ભારતીય યુવાનોએ પણ વધુને વધુ કામ કરવાની જરૂર છે.હવે નારાયણમૂર્તિ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈ કોર્પોરેટ જગતમાં અનેક પ્રતિક્રિયા સામે આવી છે.
OLAના CEO ભાવિશ અગ્રવાલે નારાયણ મૂર્તિની સલાહ સાથે સમર્થન કરતા કહ્યું કે આ અમારો સમય છે કે આપણે સંપૂર્ણ પ્રયત્ન કરીએ અને એક પેઢીમાં એવી બાબત બનાવી કે જે અન્ય દેશોએ કેટલીક પેઢીઓમાં બનાવ્યું છે. નારાયણ મૂર્તિએ વર્ષ 2020માં પ્રોફેશનલ્સને વર્ષ 2020માં લાંબા સમય સુધી કામ કરવા માટે આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે ભારતીયોએ કોરોના મહામારી બાદ અર્થતંત્રને પુનઃર્જીવિત કરવા માટે આગામી બે ત્રણ વર્ષ સુધી સપ્તાહમાં 60 કલાક કામ કરવું જોઈએ.
કેટલાક વર્ષો અગાઉ ચીનના અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માએ એક બ્લોગ પોસ્ટમાં ચીનના ટેક ઉદ્યોગમાં વિવાદાસ્પદ "996" નિયમને સમર્થન આપતાં કહ્યું હતું કે જે કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે તેઓને "સખત મહેનત માટે પુરસ્કાર" આપવામાં આવશે. આ સંખ્યા અઠવાડિયાના છ દિવસ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની વાત કરે છે. એવું કહેવાય છે કે દેશની મોટી ટેક્નોલોજી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ આ રીતે જ રીતે કામ કરે છે.
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ઘણી કંપનીઓના CEO ઈલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ખરીદેલી ટ્વિટર કંપનીના કર્મચારીઓને અઠવાડિયામાં 100 કલાકથી વધુ કામ કરવા કહ્યું હતું. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ નવેમ્બર 2022માં મસ્કે કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો.
એવી જ રીતે બૉમ્બે શેવિંગ કંપનીના CEO શાંતનુ દેશપાંડેએ એક લિંક્ડઈન પોસ્ટમાં કહ્યું હતું કે ફ્રેશર્સને દરરોજ 18 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સારું ખાવો અને ફિટ રહો, જોકે ઓછામાં ઓછા 4-5 વર્ષ દિવસમાં 18 કલાકનો સમય લગાવો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
